VIDEO: પપ્પાની પરીએ રોડની સાઈડમાં પાર્ક કરેલી બાઈક અને સ્કૂટર પર ચઢાવી દીધી પોતાની કાર, વાહનોનો બોલાયો બુકડો અને પોતે આરામથી ચ્યુઇંગમ ચાવતી રહી.. જુઓ વીડિયો

કાર ચાલવતા ન આવડતી હોય તો શું હેન્ડી નીકળતા હશે, જુઓ આ વીડિયોમાં પપ્પાની પરીએ કેવી રીતે બાઈક અને સ્કૂટરનો છૂંદો કરી નાખ્યો

Kanpur Woman Car Crash Video : ગુજરાત સમેત દેશભરમાં અકસ્માત (accident) ના ઘણા બધા મામલાઓ સતત સામે આવતા રહે છે. ઘણા એવા અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને આપણા રૂંવાડા પણ ઉભા થઈ જાય. તો સોશિયલ મીડિયામાં ઘણીવાર છોકરીઓના ડ્રાઈવિંગને લઈને પણ ઘણા બધા મીમ (meme) અને વીડિયો (video) વાયરલ થાય છે.

ત્યારે હાલ આ ક્રમમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને ક્ષણવાર માટે તો તમારી આંખો પણ પહોળી થઇ જશે. રસ્તાની બાજુમાં પાર્ક કરેલા સ્કૂટર અને બાઈક પર એક કાર ચઢી ગયેલી જોઈ શકાય છે અને તમે પણ વિચારવા લાગશો કે આ થયું કેવી રીતે ? પરંતુ વીડિયો જોશો તો તમને સમજાઈ જશે કે આ કારનામુ એક છોકરીએ કર્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ઉત્તર પ્રદેશના કાનપુરની છે. જ્યાં ગુમતી બજારમાં એક શિખાઉ મહિલા ડ્રાઇવરે પાર્કિંગમાં પાર્ક કરેલી બાઇક પર કાર હંકારી હતી. જોકે મહિલા સમયસર કારમાંથી બહાર નીકળી ગઈ હતી, પરંતુ બજારમાં હાજર લોકોએ તેને ઘેરી લીધી હતી અને હંગામો મચાવ્યો હતો.

ત્યારબાદ ઘટનાની માહિતી મળતાં જ ફાજલગંજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોએ વળતરની માંગણી કરી હતી. સોશિયલ મીડિયા પર આ વિશે રમુજી ટિપ્પણીઓ થઈ રહી છે. કેટલાક લખી રહ્યા છે કે ‘પાપા કી પરી’ની ડ્રાઇવિંગ જુઓ તો કેટલાક મહિલાને હેવી ડ્રાઇવર કહી રહ્યા છે.

આ ક્લિપ 1.07 મિનિટની છે. આમાં આપણે જોઈ શકીએ છીએ કે મોટરસાઈકલની ઉપર એક વાહન પાર્ક કરવામાં આવ્યું છે. મહિલા નુકસાનનો હિસાબ લીધા પછી કારમાંથી નીચે ઉતરે છે, કારમાં બેસીને કારને હટાવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન કારની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. કેટલાક લોકો પૂછવા લાગે છે કે શું થયું? કાર કેવી રીતે ઉપર ગઈ? મહિલા આરામથી ચ્યુઇંગમ ચાવતા ચાવતા કારમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે છે.

મળતી માહિતી મુજબ ગુમતી બજારમાં ડિવાઈડરની બાજુમાં પાર્કિંગમાં અનેક મોટરસાઈકલ પાર્ક કરવામાં આવી હતી. મોડી સાંજે આ પાર્કિંગમાં એક મહિલા પોતાની કાર પાર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી. પરંતુ આ દરમિયાન તેણે કારને એટલી સ્પીડમાં બેક કરી કે કાર સીધી બાઇકની ઉપર ચડી ગઈ હતી. જેના કારણે અંદાજે 4 થી 6 ટુ વ્હીલરને નુકસાન થયું હતું. મહિલાએ પોતે સ્વીકાર્યું કે તે કાર ચલાવવામાં નિષ્ણાત નથી, જેના કારણે આ અકસ્માત થયો હતો.

Niraj Patel