લાખો લોકોની ભક્તિ અને અસ્થાના કેન્દ્ર એવા કેદારનાથ ધામની અંદર આ છોકરીએ ઘૂંટણીએ બેસીને તેના પાર્ટનરને કર્યું પ્રપોઝ, વીડિયો થયો વાયરલ, જુઓ

કેદારનાથ મંદિર પરિસરમાં પ્રખ્યાત બ્લોગરે ઘૂંટણીએ બેસીને પ્રેમીને પહેરાવી વીંટી, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

Girl Propose Her Boyfriend In Kedarnath : આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા લોકો આજે બધું જ શેર કરતા હોય છે, પોતાની અંગત પળોને પણ હવે લોકો જાહેર કરવા લાગ્યા છે. તમે ઘણા વીડિયો જોયા હશે જેમાં કપલ એક બીજાને અનોખી રીતે પ્રપોઝ કરતા હોય છે, કોઈ રસ્તાની વચ્ચે પ્રપોઝ કરે તો કોઈ ક્રિકેટ કે ફૂટબોલના મેદાનમાં પણ એકબીજાને પ્રપોઝ કરતા હોય છે, પરંતુ હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક કપલ પવિત્ર યાત્રાધામ કેદારનાથમાં પ્રપોઝ કરતું જોવા મળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

કેદારનાથમાં પ્રસિદ્ધ વ્લોગર વિશાખાનો તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક લોકોએ ધામમાં આવા કૃત્યો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે કેદારનાથ આવતા શ્રદ્ધાળુઓએ મર્યાદાનું પાલન કરવું જોઈએ. વાયરલ વીડિયોમાં વ્લોગર તેના બોયફ્રેન્ડ સાથે મંદિર પરિસરમાં ઉભો છે. બંનેએ પીળા કપડા પહેર્યા છે.

આ દરમિયાન જ બ્લોગર પોતાનો હાથ પાછો ફેરવીને કેટલાક ઈશારા કરે છે, જેના પર વીડિયો બનાવનાર વ્યક્તિ તેના હાથમાં વીંટી આપે છે. આ પછી વિશાખા ઘૂંટણિયે પડીને તેના પ્રેમી સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે અને તેને વીંટી પહેરાવી દે છે. કેદારનાથના વરિષ્ઠ પૂજારી અને BKTCના સભ્ય શ્રીનિવાસ પોસ્ટી કહે છે કે ધાર્મિક સ્થળો પર પરંપરાઓનું  પાલન ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તમને જણાવી દઈએ કે કેદારનાથમાં રીલ બનાવવાનો ટ્રેન્ડ ખૂબ જ ઝડપથી વધ્યો છે. આ વર્ષે પહેલેથી જ ગર્ભગૃહમાં પૈસા ઉડાડવાનો વીડિયો વાયરલ થયો છે. આ ઉપરાંત પણ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં લોકો કેદારનાથ ધામમાં એવી એવી હરકતો કરતા હોય છે જેના કારણે તે ચર્ચામાં પણ આવી જતા હોય છે અને લોકો પણ તેમના આવા વીડિયો પર ગુસ્સો વ્યક્ત કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel