સિંહ સાથે મસ્તી કરી રહી હતી આ છોકરીઓ, યુઝર્સ બોલ્યા- પાંજરુ ખુલી ગયુ તો…જુઓ વીડિયો

સિંહ સામે છોકરીઓ કરી રહી હતી એવી હરકત કે ગુસ્સામાં ભરાયો જંગલનો રાજા, પછી જે થયુ એ જુઓ વીડિયોમાં

અચાનક ક્યારેક સામે સિંહ આવી જાય તો તમે શું કરો ? ભાગો જ ને…પણ કેટલીક છોકરીઓ એવી હતી કે તેઓનામાં ફોટો ક્લિક કરવાની એવી ખુમારી હતી કે તે ગુસ્સે ભરાયેલા સિંહ સામે પહોંચી ગઇ અને ફોટો ક્લિક કરાવા લાગી. જો કે, સિંહ એક પાંજરામાં હતો પણ છોકરીઓને જોઇને સિંહે જે કર્યુ તેના પર સોશિયલ મીડિયા યુઝર્સ ઘણી કમેન્ટ કરી રહ્યા છે. પાંજરામાં કેદ સિંહની નકલ કરતી છોકરીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કેવી રીતે છોકરી કાચની દીવાલની બીજી બાજુ સિંહની મજાક ઉડાવી રહી છે.

આવું કરવા પર યુઝર્સે તેને ઘણી ખરી-ખોટી સંભળાવી. જો કે, કેટલાક લોકોએ આને લાઇટલી લેવાની અપીલ પણ કરી. ટ્વીટર પર આ વીડિયોને એન્ગી કરન નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવયો છે. જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે- કોઇ એવા પર હસવું અને તેની મજાક બનાવવી જે કોઇ ભૂલ વગર કેદ છે ? જો જગ્યા બદલાઇ જાય તો ? છોકરીઓ કાચની પેલી તરફ અને સિંહ બીજી તરફ આવી જાય તો, શું ત્યારે પણ છોકરીઓ આવી જ રીતે સિંહની મજાક ઉડાવશે. આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે સ્પષ્ટ નથી.

પણ વીડિયો વાયરલ થવા પર ઘણા લોકો છોકરીઓ પર ભડક્યા. તેમણે છોકરીને આડે હાથ લીધી. એકે લખ્યુ- કલ્પના કરો કે આ કાચ તૂટી જાત તો શું થતુ ? એક બીજા યુઝરે લખ્યુ કે- થોડીવાર માટે કાચની દીવાલ હટાવી દેવામાં આવે, બાકી બધુ તો પોતાની જાતે જ ઇતિહાસ બની જશે. એક અન્ય યુઝરે લખ્યુ- આ બધુ જોઇ તેનું મન દુખી થઇ ગયુ છે. એક બીજા યુઝરે લખ્યુ- હું તો ત્યારે હસીશ જ્યારે કાચ તૂટી જશે. ત્યાં એક યુઝરે લખ્યુ- મને લાગે છે કે તે સિંહ સાથે રમી રહી છે અને સિંહ પણ એન્જોય કરી રહ્યો છે. ત્યાં ઘણા લોકોએ આ છોકરીઓ પર ફાઇન લગાવવાની વાત કરી.

કેટલાક લોકોએ એવું કહ્યુ કે, આ બંનેને તરત જ બહાર કરી દેવી જોઇએ. વીડિયોમાં જોઇ શકાય છે કે બે છોકરીઓ સિંહ સાથે ફોટો ક્લિક કરાવવા પાંજરા સામે આવે છે અને સિંહ તેમને જોઇને ગુસ્સે ભરાઇ જાય છે. સિંહ કાચની દીવાલ પર જોર જોરથી પંજો મારી રહ્યો છે અને તેને જોતા એવું લાગી રહ્યુ છે કે જો તેની સામેથી કાચની દીવાલ હટી જાય તો તે છોકરીઓને પોતાનો આહાર બનાવવા માટે સિંહને જરા પણ વાર નહિ લાગે. વીડિયોમાં જોઇ શકાય છે કે એક છોકરી સિંહની જેમ કાચની દીવાલ પર હાથ મારી રહી છે અને બીજી ફોટો લઇ રહી છે.

Shah Jina