9 વર્ષ પહેલા ખોવાઈ ગયેલી દીકરી પરત મળી, 7 વર્ષની ઉંમરમાં જ કોઈએ કરી લીધી હતી કિડનેપ, આખી ઘટના જાણીને રડવું આવી જશે

9 વર્ષ બાદ પોતાના પરિવાર સાથે મળી દીકરી, બાળપણમાં થયું હતું અપહરણ, જે કામ પોલીસ ના કરી શકી તે કામવાળી બાઈએ કરી બતાવ્યું

આપણા દેશની અંદર ઘણા લોકો બાળકોનું અપહરણ કરી અને તેમની પાસે એવા એવા કામ કરાવતા હોય છે જેની કલ્પના કરીને પણ ગુસ્સો આવી જાય, ઘણા લોકો બાળકોને વેચી પણ દેતા હોય છે તો ઘણા લોકો બાળકીઓને કિડનેપ કરી તેમની પાસે દેહવેપાર પણ કરાવતા હોય છે, બાળકના અપહરણ બાદ માતા પિતા પણ તેને શોધવામાં દિવસ રાત એક કરી દેતા હોય છે. હાલ એવી જ એક 9 વર્ષ પહેલા અપહરણ થયેલી બાળકી મળી આવતા પરિવારમાં ખુશી ફરી વળી છે.

ત્યારે હવે માતાના પ્રેમની જીત થઈ છે. વર્ષો પહેલા અપહરણ કરાયેલી માતાની લાડકી આખરે પોલીસના પ્રયાસોથી મળી આવી હતી. મુંબઈ પોલીસે 9 વર્ષ 7 મહિના પહેલા ગુમ થયેલી 7 વર્ષની બાળકીને શોધી કાઢી છે. આ કેસમાં મુંબઈ પોલીસે ઈલેક્ટ્રિશિયન હેરી ડિસોઝા અને તેની પત્ની સોનીની ધરપકડ કરી છે. આ બાળકી 22 જાન્યુઆરી 2013ના રોજ અચાનક ગુમ થઈ ગઈ હતી. જો કે, તમામ શ્રેય રાજેન્દ્ર ધોંડુ ભોંસલેને જાય છે, જે મુંબઈ પોલીસમાંથી નિવૃત્ત સહાયક સબ-ઇન્સ્પેક્ટર છે.

ગુમ થયેલી બાળકીનું નામ પૂજા ગૌર છે, જે હવે 16 વર્ષની છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી હેરી ડિસોઝા અને સોનીએ પૂજાનું અપહરણ કર્યું હતું જ્યારે તે માત્ર 7 વર્ષની હતી. પોલીસે જણાવ્યું કે આરોપી પતિ-પત્નીએ વર્ષ 2013માં પૂજાનું અપહરણ કર્યું હતું. ત્યારથી પૂજાની માતા તેની પુત્રીને શોધી રહી હતી. હવે ગુમ થયેલી છોકરીને તેની અસલી માતા અને ભાઈ-બહેનોને સોંપવામાં આવી છે, જે મુંબઈના જુહુ ગલી વિસ્તારમાં રહે છે.

જણાવી દઈએ કે જ્યારે રાજેન્દ્ર ધોંડુ ભોસલે મુંબઈના ડીએન નગર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા, તે સમયે તેમને 2008 અને 2015 વચ્ચે ગુમ થયેલી બાળકીઓના કેસની જવાબદારી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે પોતાની ટીમ બનાવી અને તેમની ટીમના પ્રયાસોથી ગુમ થયેલી 166 છોકરીઓમાંથી 165 મળી આવી પરંતુ ભોસલે તેમની નોકરીના બે વર્ષ દરમિયાન પણ 166 નંબરની છોકરીને શોધી શક્યા નહીં.

નિવૃત્તિ પછીના સાત વર્ષ સુધી પણ તેઓ આ છોકરીને શોધવાનો પ્રયાસ કરતા રહ્યા.
આખરે મુંબઈ પોલીસને સફળતા મળી અને 22 જાન્યુઆરી 2013ના રોજ 4 ઓગસ્ટના રોજ રાત્રે 8:20 વાગ્યે ગુમ થયેલી છોકરી વિશે ખબર પડી અને પછી છોકરીને તેના પરિવારના સભ્યોને સોંપવામાં આવી. 9 વર્ષ પહેલા ગુમ થયેલી બાળકી હવે 16 વર્ષની છે. આ કેસમાં 50 વર્ષીય હેરી જોસેફ ડિસોઝાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે તેની 37 વર્ષીય પત્ની સોની પણ આરોપી છે.

દંપતીએ કથિત રીતે 2013માં યુવતીનું અપહરણ કર્યું હતું કારણ કે તેમને પોતાનું કોઈ સંતાન ન હતું. જેના બાદ તેમને પોતાનું સંતાન થતા બાળકીને નોકરાણીની જેમ રાખી, અને આખરે તેને જણાવ્યું કે તે તેમની પોતાની દીકરી નથી અને તેને ઉપાડીને લાવ્યા છે. વર્ષો બાદ પરિવારને મળતા દીકરીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. 35 વર્ષીય પ્રમિલા દેવેન્દ્રએ પૂજાને તેના પરિવાર સાથે ફરીથી જોડવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તે કામવાલીબાઈ તરીકે કામ કરે છે.

પ્રેમિલા ઉપનગરીય જુહુમાં કામ કરવા જાય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પૂજાએ પણ કામવાલી બાઈના જ વિસ્તારમાં કામ શરૂ કર્યું હતું. આ દરમિયાન પૂજા પ્રમિલાના સંપર્કમાં આવી હતી. વાતચીત દરમિયાન પૂજાએ પ્રમિલાને કહ્યું કે તેના પરિવારના સભ્યો તેને હેરાન કરે છે. તેઓ તેના વાસ્તવિક માતાપિતા નથી. તેનું અપહરણ કરીને લાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રમિલાએ પૂજાના ગુમ થવાના સમાચાર ઇન્ટરનેટ પર સર્ચ કર્યા. આ દરમિયાન તેને પૂજાના ગુમ થવાના સમાચાર મળ્યા. પ્રમિલાએ ડીએન નગર પોલીસ સ્ટેશનની પોલીસને પૂજા વિશે જાણ કરી.

Niraj Patel