બાપ્પાની વિદાયમાં બાળકો થયા ભાવુક, સુરતમાં આ દીકરી તો વિસર્જન સમયે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, વીડિયો જોઈને તમારી આંખો પણ છલકાઈ જશે

ગઈકાલે દેશભરમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન થયું. છેલ્લા 10 દિવસથી દેશભરમાં ગણપતિની ધૂમ જોવા મળી હતી, ઠેર ઠેર ગણેશ પંડાલમાં લાખો શ્રદ્ધાળુઓએ બાપ્પાના દર્શનનો લાભ લીધો અને ગઈકાલે વાજતે ગાજતે બાપ્પાને વિદાય આપવામાં આવી. ગણપતિ બાપ્પા સાથે લોકોનો લગાવ પણ એવો છે. જેના ઘણા પુરાવા ઇન્ટરનેટ ઉપર થતા વાયરલ વીડિયોમાં જોવા મળતા હોય છે.

ઘણા લોકો બાપ્પાને પોતાના પરિવારના સદસ્ય જ માને છે. અને ધામધૂમથી ઘરમાં પણ બાપ્પાની સ્થાપના કરતા હોય છે. રોજ પૂજા અર્ચના કરતા હોય છે. ભોગ ધરાવતા હોય છે અને સતત 10 દિવસ સુધી બાપ્પાની આરાધના કરતા હોય છે. પરંતુ જ્યારે બાપ્પાની વિદાય થાય છે ત્યારે આખો પરિવાર દુઃખી દુઃખી થઇ જતો હોય છે. ખાસ કરીને ઘરના બાળકોને બાપ્પા પ્રત્યે વધુ લગાવ થઇ જતો જોવા મળે છે.

હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે સુરતમાંથી, જેમાં બાળકોનો બાપ્પા પ્રત્યેનો લગાવ જોવા મળી રહ્યો છે. બાપ્પાની વિદાયમાં એક દીકરી ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળી રહી છે, અને આંસુઓ દ્વારા બાપ્પાનો પ્રેમ વહાવી રહી છે. આ જોઈને લાગી રહ્યું છે કે તે દીકરીને બાપ્પા પ્રત્યે કેટલી લાગણી બંધાઈ ગઈ હશે. આ વાયરલ વીડિયોને જોઈને લોકો પણ ભાવુક થઇ રહ્યા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક મોટી નદીની અંદર હોડી દ્વારા બાપ્પાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. કિનારે ઉભા રહીને કોઈ વીડિયો શૂટ કરી રહ્યું છે. હોડીમાંથી બાપ્પાની પ્રતિમાને નદીમાં પધરાવવામાં આવી રહી છે. આ દરમિયાન વીડિયોમાં કોઈના રડવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. જેવો કેમેરો કિનારા તરફ આવે છે એક બાળકી ધ્રુસકે ધ્રુસકે રડતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ જોઈને લોકોના દિલ પણ દ્રવી ઉઠ્યા છે. બાળકીનો બાપ્પા પ્રત્યે કેટલો પ્રેમ હશે તે આ વીડિયોને જોઈને કલ્પના કરી શકાય છે. બાળકીનું રુદન કોઈને પણ ભાવુક કરી શકે છે. આ વીડિયો સુરતનો છે. જ્યાં તાપીમાં નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન આ નજારો જોવા મળ્યો હતો. જેને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel