“પાપા કી પરી” શીખી રહી હતી સ્કૂટી, અચનાક બગડી ગયુ બેેલેન્સ અને ઉડાવી દીધા કાકાને- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં કેટલાક લોકો ડ્રાઇવિંગ કરતી વખતે પડી જાય છે અથવા લોકોને નુકસાન પહોંચાડે છે. મોટેભાગે એવું જોવામાં આવ્યું છે કે કાર શીખતી વખતે કે ટૂ વ્હીલર શીખતી વખતે તેઓ એક્સિલરેટરને કેવી રીતે નિયંત્રિત કરવું તે પૂરતું સમજી શકતા નથી. માત્ર વાહન ચાલક જ નહીં પરંતુ સામેની વ્યક્તિ પણ અકસ્માતનો ભોગ બને છે. ઇન્ટરનેટ પર સ્કૂટી ચલાવતી છોકરીઓના વીડિયો પણ વાયરલ થતા હોય છે ત્યારે તેઓ ખૂબ ટ્રોલ થાય છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો ઉપલબ્ધ છે, જેને જોયા પછી તમે દંગ રહી જશો.

ટ્રોલર્સ આવી છોકરીઓને ‘પાપા કી પરી’ કહે છે. આવો જ એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ ચોંકી જશો. ઈન્ટરનેટ પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક છોકરી ઘરના આંગણામાં સ્કૂટી ચલાવતા શીખી રહી છે. તે સ્કૂટી પર બેઠી છે અને એક કાકા તેને માર્ગદર્શન આપવા માટે ત્યાં છે. સ્કૂટીના એક્સિલરેટરને ધીમેથી વધારવાનું કહે છે, પરંતુ યુવતીએ તેના પર ધ્યાન આપ્યું નહિ અને ઘરના આંગણામાં અકસ્માતનો શિકાર બની.

છોકરીએ એક્સિલરેટર ફેરવતા જ તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને સ્કૂટી કાકા પર ચઢાવી દીધી. જો કે વીડિયો જોઇને એવું લાગી રહ્યુ છે કે છોકરીને બહુ તકલીફ ન પડી, પણ કાકાને નાની-મોટી ઈજાઓ થઈ હશે. છોકરી સ્કૂટી લઇને પડતાંની સાથે જ કાકા પણ ખરાબ રીતે જમીન પર પડી ગયા. સૌથી આશ્ચર્યની વાત એ છે કે જ્યારે છોકરી સ્કૂટી પરથી પડી તો તે હસવા લાગી. આના પર કાકા ગુસ્સે દેખાયા.

 

View this post on Instagram

 

A post shared by Be Harami (BH) (@be_harami)

વીડિયોમાં તેમના ચહેરા પર ગુસ્સો જોઈ શકાય છે. જોકે, આ પછી તેમણે યુવતીને ઠપકો આપ્યો હશે એવું પણ લાગી રહ્યુ છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો ખૂબ હસી રહ્યા છે.

Shah Jina