આને કહેવાય હિંમત ! પાણીની અંદર ઘુસી મગરમચ્છને ઘસેડી લાવી છોકરી, જોનારાની લાગી ભીડ

આ છોકરીની હિંમત જોઇ હક્કાબક્કા રહી ગયા લોકો: મગરમચ્છ ભરેલ તળાવમાં કૂદી છોકરી, દોરડામાં કુતરાની જેમ બાંધી લાવી ખતરનાક મગર

તમે એ મશહૂર કહેવત તો સાંભળી જ હશે કે, પાણીમાં રહીને મગર સાથે દુશ્મની ના કરાય, નહિંતર પરિણામ અત્યંત જોખમી અને ઘાતક નીકળે. જો કે, સોશિયલ મીડિયા પર હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે આ કહેવતને નકારે છે. એક છોકરી પાણીમાં ઘૂસીને ભયાનક મગરને ખેંચીને બહાર લઈ જતી જોવા મળે છે.

પાણીની અંદર ઘુસી મગરને ઘસેડી લાવી છોકરી

આ વીડિયો જોયા પછી ચોક્કસ કોઇ પણ દંગ રહી જાય. વાયરલ થઈ રહેલા આ ચોંકાવનારા વીડિયોમાં એક છોકરી કંઈક એવું કરતી જોવા મળી રહી છે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક છોકરી એકલી દોડતી મગરથી ભરેલા તળાવમાં પ્રવેશે છે અને પછી તેમાંથી એકને પકડી ખેંચીને બહાર લઈ જાય છે. આ દરમિયાન ત્યાં હાજર લોકો માત્ર યુવતીને જ જોતા રહ્યા. લોકો વીડિયો જોઇ યુવતીની હિંમતના વખાણ કરી રહ્યા છે.

હિંમત જોઇ હક્કાબક્કા રહી ગયા લોકો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર naturehd22 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. છોકરી દોરડાથી બાંધી મગરને શ્વાનની જેમ કિનારે ખેંચી રહી છે. નવાઈની વાત એ છે કે આ દરમિયાન મગરનો બીજો સાથી તેને બચાવવા માટે કંઈ કરતો પણ નથી અને નજીકમાં રહીને આ બધુ જોઈ રહ્યો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને હજારો લોકોએ લાઇક કર્યો છે. લોકો વીડિયો જોયા બાદ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Shah Jina