ગુજરાતમાં અહીંયા લોકોને રીઝવવા બોલાવી ડાન્સરો, લગાવ્યા એવા ઠુમકા કે વીડિયો થયો વાયરલ

ગુજરાતની ગાદી પર કોણ બેસસે તેનો ફેંસલો 8 ડિસેમ્બરના રોજ થવાનો છે, ત્યારે પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ ગયું છે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થવાનું છે, આ દરમિયાન તમામ પાર્ટીઓ મતદાતાઓને રીઝવવા માટે એડી ચોંટીનું જોર પણ લગાવતી જોવા મળી રહી છે.

ત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા જોવા મળે છે, જેમાં જોઈ શકાય છે કે પાર્ટીઓ મતદારોને રીઝવવા માટે કેવા કેવા આયોજનો કરે છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો આણંદના બોરસદમાંથી સામે આવ્યો છે. જ્યાં મતદારોને પોતાના તરફ આકર્ષિત કરવા માટે સ્ટેજ પર બાર ડાન્સરો ડાન્સ કરતી જોવા મળી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર વાયરલ થઇ રહેલો આ વીડિયો બોરસદનો હોવાનું કહેવામાં એવી રહ્યું છે.  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મતદારોને આકર્ષવા માટે લેડી ડાન્સરોને બોલાવી હતી, અને સ્ટેજ પર ચઢીને તેમને ઠુમકાઓ પણ લગાવ્યા હતા. ત્યારે હવે તેના વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયા અને આસપાસના વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર પણ બની ગયા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ડાન્સરો નાચી રહી છે અને મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ઉપસ્થિત થયા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ડાન્સરો દ્વારા આ મતદારો રિઝાય છે કે નહિ. આ વાતનો ફેંસલો પણ હવે 8 ડિસેમ્બરના રોજ જ થશે. જયારે પરિણામ આવશે અને બોરસદ બેઠક પરથી કોણ વિજેતા બન્યું છે તે જાહેર થશે. હાલ આ વીડિયોને લઈને ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel