મેટ્રોની અંદર પોલ પકડીને ઉભેલી છોકરી અચાનક જ નાચવા લાગી, પેસેન્જર કઈ સમજે એ પહેલા જ સામે વાળી છોકરીએ બનાવી લીધી રીલ, જુઓ વીડિયો

યુવાનોમાં આજે સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું ઘેલું લાગ્યું છે, લોકો ફોલોઅર્સ વધારવામાં અને પોતાના વીડિયો જેમ બને એમ વધુ લોકો જુએ એમ ઇચ્છતા હોય છે. ત્યારે આ ચક્કરમાં ઘણીવાર તેઓ એવી એવી હરકતો કરતા હોય છે જેને જોઈને આપણને પણ ગુસ્સો આવી જાય. ઘણીવાર જાહેર સ્થળો ઉપર અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ તે વીડિયો બનાવવા લાગી જતા હોય છે. જેના વીડિયો પણ વાયરલ થતા જ લોકો ગુસ્સે ભરાય છે. ઘણા લોકો ઉપર આવી હરકતો કરવા માટે કેસ પણ નોંધાય છે.

હાલમાં દિલ્હી મેટ્રોમાં ડાન્સ કરતી યુવતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે મેટ્રોમાં યાત્રીઓ મુસાફરી કરી રહ્યા છે, જ્યારે એક છોકરી ડાન્સ કરવા લાગે છે, તો તેની સાથે કઇ થયું તેમ સમજીને લોકો થોડીવાર માટે ચોંકી જાય છે. આ પછી, એક છોકરી સામે ઉભેલી જોઈ શકાય છે. છોકરીએ પ્રોફેશનલ ડાન્સરની જેમ અલગ-અલગ રીતે ડાન્સ કરવાનું શરૂ કર્યું અને સામે ઉભેલી છોકરી મોબાઈલ કેમેરામાં તેની એક્શન રેકોર્ડ કરી રહી છે, તો મુસાફરો સમજી શક્યા કે મેડમને રીલ બનાવવાનું ભૂત વળગ્યું છે.

દિલ્હી મેટ્રોમાં ડાન્સ કરતી યુવતીની આ વાયરલ વીડિયો ક્લિપ થિનલી ભુટિયા એકાઉન્ટ હેન્ડલ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી છે. તેના મિત્ર ઉપરાંત અન્ય એક મુસાફરે પણ તેના મોબાઈલ કેમેરામાં યુવતીની ડાન્સની ક્લિપ રેકોર્ડ કરી હતી. થિનલીએ પોસ્ટની સાથે કેપ્શન લખ્યું, “કોન્ફિડન્સ હો તો એસા”. આ વીડિયોને ઓનલાઈન શેર કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં 33 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે હજારો યુઝર્સે લાઈક્સ, શેર અને કોમેન્ટ્સ દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ghamba Bhumo (@thinlay.bhutia)


એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, કેવા અદભૂત લોકો છે, જ્યારે બીજા યુઝરે લખ્યું, મેટ્રોમાં ડાન્સ કરવાની અને રેકોર્ડ કરવાની હિંમત જોઈ, કેટલા બહાદુર છે. આ ઉપરાંત એક અન્ય યુઝરે લખ્યું, સાચું, તમારો આત્મવિશ્વાસ તમારાથી ઓછો નથી, ગુપ્ત રીતે વીડિયો બનાવ્યો. જોકે, હૈદરાબાદ મેટ્રોમાં યુવતીનો વીડિયો બનાવ્યા બાદ કેટલાક યુઝર્સે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે એક યુઝરે આ અંગે સવાલ ઉઠાવ્યો અને લખ્યું કે મેટ્રો રેલ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવા વીડિયો બનાવવાની મંજૂરી કેવી રીતે આપી શકાય.

Niraj Patel