મલાઈકા પણ શરમાઈ જાય એવા શોર્ટ્સ પહેરે છે અરબાઝ ખાનની નવી વિદેશી ગર્લફ્રેન્ડ, જુઓ કમાલની તસવીરો
બોલિવુડ અભિનેતા અરબાઝ ખાન અવાર નવાર તેમની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. તેમની ગર્લફ્રેન્ડ અને મોડલ-અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાની અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેની તસવીરોને ચાહકો ઘણી પસંદ કરે છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
જોર્જિયા આ દરમિયાન તેના ડોગ સાથે જોવા મળી રહી છે. તેણે ઓરેન્જ કલરના સુપર હોટ શોર્ટ્સ અને ટી શર્ટ પહેરી છે. ખુલ્લા વાળોમાં તે ઘણી ખૂબસુરત જોવા મળી રહી છે. વ્હાઇટ સ્પોર્ટ શૂઝમાં ચાહકોને જોર્જિયાને આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે. તે સોશિયલ મીડિયા પર કોઇ પણ પોસ્ટ શેર કરે તો તે ખબરોમાં છવાઇ જાય છે.
જોર્જિયા તેની ખૂબસુરતીને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જોર્જિયા અને અરબાઝ ખાન બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર બંને સાથે પાર્ટીમાં સ્પોટ થાય છે. ખબરો અનુસાર, જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે સ્પેન્ડ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જોર્જિયા મીકા સિંહ સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. થોડા સમય પહેલા જ તે ભારત આવી છે. તે બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે. તે તેનું પોતાનું નામ બનાવવા માંગે છે. જોર્જિયાની બોલ્ડ અદાઓ ચાહકોને દીવાના બનાવી દે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની સારી ફેન ફોલોઇંગ છે.

જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે.
જોર્જિયા “વેલકમ ટુ બજરંગપુર”થી બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તેણે વેબ સીરીઝ “કૈરોલિન એંડ કામાક્ષી”થી અભિનયમાં ડેબ્યુ કર્યુ હતુ. તે જલ્દી જ “શ્રીદેવી બંગલો”માં જોવા મળશે. તે ફિલ્મમાં એક ધમાકેદાર આઇટમ નંબર કરતી જોવા મળશે.

અરબાઝ ખાને બુધવારે 4 ઓગસ્ટે જ પોતાનો 54મો જન્મદિવસ મનાવ્યો. આ દરમિયાન તેમની ગર્લફ્રેન્ડ અને મોડલ-અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાનીએ તેમના માટે બર્થ ડે લંચ પ્લાન કર્યુ. બંનેની ઘણી તસવીરો અને વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તસવીરોમાં બંનેની જોડી ખૂબ જ સરસ લાગી રહી હતી.

સોશિયલ મીડિયા પર જોર્જિયા અને અરબાઝ ખાનના લંચ ડેટની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. બંનેએ આ દરમિયાન ફોટોગ્રાફર્સને જોઇ ઘણી તસવીરો ક્લિક કરાવી હતી. જોર્જિયાએ તસવીર શેર કર્યા ઉપરાંત ઇન્સ્ટા સ્ટોરી પર વીડિયો પણ શેર કર્યા હતા, જેમાં જોઇ શકાય છે કે, અરબાઝ ખાન માટે મુંબઇના એક રેસ્ટોરન્ટમાં બર્થ ડે લંચ રાખવામાં આવ્યુ હતુ.

જોર્જિયા એંડ્રિયાની વર્ષ 2018માં એ સમયે હેડલાઇનમાં આવી હતી, જયારે તેની અરબાઝ ખાન સાથેની તસવીરો વાયરલ થઇ હતી. અરબાઝ ખાને વર્ષ 2019માં એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યુ હતુ કે, તે જોર્જિયા એંડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે. અરબાઝ ખાનના પહેલા લગ્ન અભિનેત્રી મલાઇકા અરોરા સાથે થયા હતા. લગ્ન બાદ તેઓને એક દીકરો પણ છે. દીકરો તલાક બાદ મલાઇકા સાથે રહે છે.
મલાઇકા પણ તેના અભિનેતા અર્જુન કપૂર સાથેના સંબંધને ઓફિશિયલ કરી ચૂકી છે. તે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તમને જણાવી દઇએ કે, અરબાઝ આ દિવસોમાં તેના ટોક શો “પિંચ”ના બીજા સિઝનને કારણે ઘણો ચર્ચામાં છે, આ શોમાં સલમાન ખાન સહિત અનેક સ્ટાર્સ નજર આવી ચૂક્યા છે.