આ તસવીરો તમારી પણ પાંપણો ભીની કરી દેશે: નટુકાકાના નિધનથી તૂટી પડ્યો તારક મહેતાનો પરિવાર, જેઠાલાલ થયા ભાવુક તો ટપુડાની આંખોમાંથી વહી અશ્રુધારા
તારક મહેતાના ખ્યાતનામ કલાકાર નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકના નિધનથી ચાહકો શોકનો માહોલ ફરી વળ્યો છે, સોશિયલ મીડિયાથી લઈને સેલેબ્રિટીઓ પણ નટુકાકાને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, ત્યારે નટુકાકાની અંતિમ વિદાયમાં ચાહકો સાથે પાડોશીઓ અને તારક મહેતા ધારાવાહિકના ખ્યાતનામ કલાકારો આવી પહોંચ્યા હતા.
નટુકાકાની આમ અણધારી વિદાયથી ચાહકો સાથે તારક મહેતાના કલાકારોને પણ ઊંડો આઘત લાગ્યો છે, અને તેમની અંતિમ યાત્રામાં આ આઘત કલાકારોની આંખોઆંથી વ્યક્ત થતો પણ જોવા મળી રહ્યો હતો, નટુકાકાની અંતિમ વિદાયમાં ચાહકો સાથે પાડોશીઓ અને તારક મહેતાના કલાકારો ભીની આંખે જોવા મળ્યા હતા.
આ દરમિયાન તારક મહેતા ધારાવાહિકનું મુખ્ય પાત્ર જેઠાલાલ પણ ઘનશ્યામકાકાને અંતિમ વિદાય આપવા માટે આવી પહોંચ્યા હતા. આ દરમિયાન નટુકાકાના નિધનનું દુઃખ જેઠાલાલની આંખોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું. જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી ખુબ જ ભાવુક જોવા મળી રહ્યા હતા.
નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કારમાં જેઠાલાલ એટલે કે દીલિપ જોશી, જૂનો ટપુ એટલે કે ભવ્ય ગાંધી ગોગી એટલે કે સમય શાહ અને પ્રોડ્યુસર આસિત મોદી સહિત અનેક કલાકારો હાજર રહ્યા હતા.
આ દરમિયાન સૌની આંખો આંસુઓથી ભીંજાયેલી અને ચેહરા ઉપર દુઃખ પણ જોવા મળ્યું હતું નટુકાકાની અંતિમ વિદાયમાં ચાહકો સાથે પાડોશીઓ અને તારક મહેતા ધારાવાહિકના કલાકારો આવી પહોંચ્યા હતા.
નટુકાકાની અંતિમ યાત્રા આજે તેમના મલાડ સ્થિત ઘરેથી નીકળી છે. તેમના અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં ઇલેક્ટ્રિક સ્મશાનમાં કરવામાં આવશે. ઘનશ્યામ નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું.
એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી.ઘનશ્યામ નાયક લગભગ 55 વર્ષોથી મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.
આ સમય દરમિયાન તેમને પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. 200 ગુજરાતી અને હિન્દી ફિલ્મો સાથે 350 હિન્દી સિરિયલોમાં કામ કરનાર અભિનેતા, પૈસા કમાવવા માટે રસ્તાઓ પરફોર્મ કરતા હતા. ઘનશ્યામ નાયક રંગભૂમિ, ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં જાણીતું નામ હતા.
ઘનશ્યામ નાયકે જીવનના છેલ્લા શ્વાસ સુધી સંઘર્ષ કર્યો છે, તેમને જીવનના શરૂઆતના સમયમાં પૈસા માટે સંઘર્ષ કર્યો અને અંતિમ સમયમાં તેઓ કેન્સર સામે ઝઝૂમતા રહ્યા, તેમની સારવાર પણ ચાલી રહી હતી. પરંતુ ગઈકાલે 3 ઓક્ટોબરના રોજ તેમને છેલ્લા શ્વાસ લીધા હતા.