અરબાઝ ખાનની હોટ ગર્લફ્રેન્ડ શોર્ટ્સ પહેરી નીકળી ગઇ બહાર, હોટ અવતાર જોઇ ઠંડીમાં પણ છૂટી જશે પરસેવો

અંધેરીમાં સ્પોટ થઇ સલમાનના ભાઈથી 24 વર્ષ નાની ગર્લફ્રેન્ડ, મલાઈકા કરતા પણ ગજબની હોટ છે આ તો

જોર્જિયા એન્ડ્રિયાની અરબાઝ ખાન સાથે તેના રિલેશનને લઇને ઘણી ચર્ચામાં રહેતી હોય છે. એન્ટરટેઇનમેન્ટ વર્લ્ડમાં એક્ટિવ હોવાની કોશિશમાં લાગેલી જોર્જિયાની પોપ્યુલારિટી ઘણી છે. ઘણીવાર પેપરાજી તેને કેમેરામાં કેદ કરતા નજર આવે છે. સોમવારના રોજ જોર્જિયા અંધેરીમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાન તે એક કેફે બહાર જોવા મળી હતી. આ દરમિયાન તે ખૂબ જ હોટ લાગી રહી હતી. તેણે પેપરાજીઓને કેટલાક પોઝ પણ આપ્યા હતા.

જોર્જિયા ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ તે ઇન્ટરનેટ પર હંમેશા ચર્ચામાં રહે છે. ઘણીવાર જોર્જિયાને પેપરાજીઓ કેમેરામાં કેદ કરી લે છે. હાલમાં જ તેને પેપરાજીઓ દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે ઓલ બ્લૂ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લૂ શોર્ટ્સ સાથે બ્લૂ ટોપ પહેર્યુ હતુ. આ તસવીરોમાં જોર્જિયાના વાળ ખુલ્લા જોવા મળી રહ્યા છે. તેમજ તેણે કોરોનાને ધ્યાને રાખી બ્લેક માસ્ક પણ કેરી કર્યુ હતુ.

બોલિવુડ અભિનેતા અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એંડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે અને તે તેની હોટ તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. મોડલ અને અભિનેત્રી જોર્જિયા એંડ્રિયાની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે. જોર્જિયાને ઘણીવાર પેપરાજી દ્વારા મોર્નિંગ વોક પર પણ સ્પોટ કરવામાં આવે છે.

જોર્જિયા બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે અને તેનું નામ પણ બનાવવા માંગે છે. જોર્જિયા અને અરબાઝ ખાન ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર તેઓ સાથે પાર્ટીમાં જોવા મળે છે. તે બંનેને એક સાથે ઘણીવાર સ્પોટ પણ કરવામાં આવે છે. ખબર અનુસાર જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે વીતાવ્યો હતો.

ખબરોની માનીએ તો અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા જલ્દી જ ફિલ્મોમાં જ જોવા મળવાની છે. તે ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર”થી હિંદી સિનેમા જગતમાં પગ મૂકશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા શ્રેયસ તલપડે જોવા મળશે. આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.

જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે. તેણે 30થી વધુ ફેશન શો કર્યા છે. મલાઇકા અરોરા સાથે તલાક બાદ તે અરબાઝ ખાનને ઘણા લાંબા સમયથી ડેટ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina