મનોરંજન

પોનોગ્રાફી કેસમાં ફસાયેલ રાજ કુંદ્રાના સપોર્ટમાં આવી આ અભિનેત્રી, કહ્યુ- તે પોર્ન નહિ…

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને જાણિતા બિઝનેસમેન રાજ કુંદ્રાની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર ફિલ્મો બનાવવાનો આરોપ છે. તેમજ કેટલીક એપ્સ પર પ્રકાશિત કરવાનો પણ આરોપ છે. હાલ તો મુંબઇ પોલિસ આ બાબતે તપાસ અને પૂછપરછ કરી રહી છે. આ મામલે રાજ કુંદ્રા અને રયાન થાર્પને 23 જુલાઇ સુધી કોર્ટે પોલિસ કસ્ટડીમાં મોકલી દીધા છે.

હવે આ બાબતે મોડલ ગહના વશિષ્ઠ રાજ કુંદ્રાના સમર્થનમાં આવી છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ ગહનાએ એક નિવેદન જારી કર્યુ છે. તેણે વીડિયો બનાવી પોતાનો પક્ષ લોકો સામે રાખ્યો છે. યાદ હોય તો મુંબઇ પોલિસે ફેબ્રુઆરીમાં આ કેસમાં મલાડના મઢમાં મોડલ ગહના વશિષ્ઠની ધરપકડ કરી હતી. તેની પર ફિલ્મ બનાવવાનો આરોપ છે, હાલ તો તે જમાનત પર છૂટી ગઇ છે.

ગહનાએ આ બાબતે કહ્યુ કે, હું માત્ર એટલું કહેવા માંગુ છુ કે કોઇ પણ ખરાબ ફિલ્મો નથી બનાવી રહ્યુ. નોર્મલ વીડિયો હતા જેમ એકતા કપૂર “ગંદી બાત” બનાવે છે અને ખબર નહિ કેટલી ફિલ્મો છે, જેમાં બોલ્ડ કંટેંટ હોય છે. એમાં તો પણ કમ બોલ્ડનેસ છે. એવું કહેવુ ખોટુ હશે કે આટલા વીડિયો મળ્યા, પહેલા એ  જોવામાં આવે કે તે ખરાબ ફિલ્મો છે પણ કે નહિ.

તેણે આગળ કહ્યુ કે, કોઇ પણ એવા વીડિયો આપણી ખરાબ ફિલ્મો કેટેગરીમાં આવતી નથી. બધા 18 વર્ષની ઉપરના લોકો ખરાબ ફિલ્મો અને ઇરોટિકામાં ફરક સમજે છે. મુંબઇ પોલિસ પર મને વિશ્વાસ છે. વસ્તુને ખોટી ન બતાવવામાં આવે. હકિકત બતાવવામાં આવે. કેટલાક લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ નોર્મલ બોલ્ડ વીડિયો છે ખરાબ ફિલ્મો નહિ.

તેણે વધુમાં કહ્યુ કે, શિલ્પા શેટ્ટીનું વારંવાર નામ લેવામાં આવી રહ્યુ છે. મારી તમારા બધઆને રિકવેસ્ટ છે કે ઇરોટિકાને ખરાબ ફિલ્મો સાથે મિક્સ ન કરવામાં આવે. ગહનાએ અશ્લીલ વીડિયો મામલામાં તેની સફાઇ આપવા સાથે કહ્યુ કે, ઇરોટિકા અને ખરાબ ફિલ્મો વચ્ચે કંફ્યુઝનને કારણે 5 મહિના સુધી તે જેલમાં બંધ હતી. તેનો ફોન અને લેપટોપ પણ પોલિસે જપ્ત કરી લીધો હતો. તેની લાઇફ પૂરી રીતે બદલાઇ ગઇ છે. એવામાં રિકવેસ્ટ છે કે હકિકત બતાવવામાં આવે.