કચ્છી કોયલ ગીતાબેન રબારીના જન્મ દિવસ પહેલા જ તેમના પતિ પૃથ્વી રબારીએ શેર કરી ખુબ જ શાનદાર, એક દિવસ પહેલા હતો ભરથારનો પણ જન્મ દિવસ

એક એક દિવસના અંતરે આવતા ગીતાબેન રબારી અને તેમના ભરથાર પૃથ્વી રબારીના જન્મ દિવસે બંનેએ અદભુત રીતે આપી એકબીજાને શુભકામનાઓ… જુઓ તસવીરો

કોઈપણ સેલેબ્સનો જન્મ દિવસ હોય ત્યારે તેમના ચાહકો તેમને જન્મ દિવસની શુભકામનાઓ આપવા માટે હોડ મચાવતા હોય છે. આજે ગુજરાતની એવી જ એક લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીનો પણ આજે જન્મ દિવસ છે, ત્યારે તેમના ચાહકો પણ તેમને સતત શુભકામનાઓ રહ્યા છે. સસ ઉપરાંત ઘણા સેલેબ્સ પણ તેમને શુભકામનાઓ આપવા લાગ્યા છે.

ત્યારે આ બંધઃ સાથે જ જયારે ગીતાબેનનો જન્મ દિવસ હોય ત્યારે તેમના ભરથાર પૃથ્વી રબારી તેમને જન્મ દિવસની શુભકામનાઓ ના આપે એ કેમ બને ? ગીતાબેનના પતિ પૃથ્વી રબારીએ તેમના સોશિયલ મીડિયામાં ગીતાબેન સાથેની કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં આ કપલ ખુબ જ ખુશ જોવા મળી રહ્યું છે.

પૃથ્વી રબારીએ ગીતાબેન સાથેની અલગ અલગ મોમેન્ટની ત્રણ તસવીરો તેમના સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસ્વીરોમાં અલગ અલગ પહરવેશમાં અલગ અલગ જગ્યાઓ પર તેમના ભરથાર પૃથ્વી રબારી સાથે જોવા મળી રહ્યા છે. તેમની આ તસવીરોને પણ હવે ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

પૃથ્વી રબારી દ્વારા શેર  કરવામાં આવેલી આ તસવીરો સાથે તેમને એક સરસ મજાનું કેપશન પણ લખ્યું છે. તેમને અંગ્રેજીમાં લખ્યું છે કે, “Happy birthday my sweetheart. Geeta Ben Rabari. Rabari. , may god bless you with good wishes” પથ્વી રબારી દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો પર ઘણા ચાહકો પણ ગીતાબેનને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

આજે જયારે ગીતાબેન રબારીનો જન્મ દિવસ છે ત્યારે ગત રોજ 30 ડિસેમ્બરના રોજ તેમના ભરથાર પૃથ્વી રબારીનો પણ જન્મ દિવસ હતો. ગીતાબેન અને પૃથ્વી રબારીના જન્મ દિવસમાં ફક્ત એક જ જ દિવસનું અંતર છે. ત્યારે તમેના માટે એક સાથે જન્મ દિવસની ઉજવણી કરવી પણ ખુબ જ ખાસ બને છે.

ગીતાબેન રબારીએ પણ પૃથ્વી રબારીના જન્મ દિવસ પર તેમના સોશિયલ મીડિયામાં તેમને કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસ્વીરોમાં પણ ગીતાબેન પૃથ્વી રબારી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. ગીતાબેન દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોને પણ ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

ગીતાબેને આ તસવીરો શેર કરવાની સાથે જ દિલ જીતી લેનારું કેપશનમાં લખ્યું હતું, ગીતાબેને લખ્યું હતું કે, “જન્મદિવસની શુભેચ્છા મારા પ્રિય જીવનસાથી પૃથ્વી રબારી, તમારો બિનશરતી પ્રેમ એ મને મળેલી સૌથી મોટી ભેટોમાંથી એક છે. મારા શ્રેષ્ઠ મિત્રને ફરીથી જન્મદિવસની શુભેચ્છા.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તમને જણાવી દઈએ કે ગીતાબેન રબારી ગુજરાતમાં એક મોટું નામ ધરાવે છે. તેમના ભરથાર પૃથ્વી રબારી પણ ગીતાબેન સાથે અવાર નવર જોવા મળતા હોય છે. વિદેશ પ્રવાસમાં પણ પૃથ્વી રબારી તેમની સાથે જતા હોય છે અને હંમેશા ગીતાબેનનો સપોર્ટ પણ કરતા હોય છે. ગીતાબેન અને પૃથ્વી પણ તેમના સોશિયલ મીડિયા દ્વારા તેમનો આ પ્રેમ અવાર નવાર વ્યક્ત કરે છે.

Niraj Patel