પ્રખ્યાત ગાયક કલાકાર જીગરદાન ગઢવીએ લીધી પ્રમુખસ્વામી નગરની મુલાકાત, બાપાને યાદ કરી થયા ભાવુક- જુઓ વીડિયો

અમદાવાદના ઓગણજ ખાતે ભવ્ય પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવમાં રોજના લાખો લોકો મુલાકાતે આવી રહ્યા છે. આ મહોત્સવમાં વિશ્વ કક્ષાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, આ મહોત્સવને નિહાળવો એ પોતાનામાં જ એક લ્હાવો છે અને એટલે જ લોકો દૂર દૂરથી આ મહોત્સવને નિહાળવા માટે આવી રહ્યા છે.આ મહોત્સવમાં ભાગ લેવા માટે લગભગ 3 લાખ જેટલા NRI પણ આવ્યા છે,

તો સાથે જ આપણા દેશના લાખો લોકો પણ આ મહોત્સવને નિહાળશે. જેમાં નેતા, અભિનેતાઓ, બિઝનેસમેન અને નામી અનામી ઘણા કલાકારો પણ જોવા મળવાના છે. ત્યારે ગત દિવસોમાં ગુજરાતના ઘણા લોકપ્રિય ગાયક કલાકારોએ પણ આ મહોત્સવની મુલાકાત લીધી છે, જેના વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી. કિંજલ દવે, ગીતાબેન રબારી, અલ્પાબેન પટેલ સહિત અનેક કલાકારો પ્રમુખસ્વામી નગરની મુલાકાત લઇ ચૂક્યા છે

ત્યારે હાલમાં જીગરદાન ગઢવીએ પણ પ્રમુખસ્વામી નગરની મુલાકાત લીધી. આ દરમિયાન તે પ્રમુખસ્વામીનગરને જોઈને ગદગદીત થઇ ગયા હતા. અમદાવાદના એસ.પી રિંગ રોડ ખાતે પ્રમુખસ્વામી મહારાજનો ભવ્યાતિ ભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને જીગરા તરીકે પ્રખ્યાત બનેલા સિંગર જીગરદાન ગઢવી જ્યારે પહોંચ્યા ત્યારે તેઓ ભાવવિભોર બની ગયાં હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા અક્ષરધામમાં થયેલા આતંકવાદી હુમલામાં બાપાના શાંતિના સંદેશને પણ વાગોળ્યો હતો.

જીગરદાન ગઢવીએ તેમની મુલાકાતનો એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં તે પરિવાર સાથે PSM 100ની મુલાકાત લેતા જોઇ શકાય છે. જણાવી દઇએ કે, અમદાવાદના ઓગણજ સર્કલ નજીક 600 એકર જમીનમાં શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને રોજના લાખો લોકો અને હરિભક્તો અહીંયા નગરના દર્શને આવે છે. લગભગ બધા જ મહોત્સવને જોઈને ખુબ જ ખુશ થઇ જતા હોય છે.

ઉલ્લેખનીય છે કે, આ નગર બનાવવા માટે હજારો સ્વયંસેવકો છેલ્લા બે વર્ષ જેટલા લાંબા સમયથી તૈયારી કરી છે. આ મહોત્સવ 15 ડિસેમ્બર 2022ના રોજથી 15 જાન્યુઆરી 2023 સુધી ચાલુ રહેવાનો છે. જીગરાએ કહ્યુ કે, ત્યાં જે પરફોર્મન્સ ચાલી રહ્યુ હતુ તે એટલું સરસ હતુ કે મારી આંખોમાંથી આંસુ આવી ગયા હતા. તેણે કહ્યુ કે, તેને દોઢથી બે લાખ લોકોની અવર જવર દેખાતી હતી

 

View this post on Instagram

 

A post shared by Jigardan Gadhavi (@jigrra)

અને વિકેન્ડ પર અઢીથી ત્રણ લાખ લોકો પ્રમુખસ્વામી નગરના દર્થન અર્થે આવતો હોય છે. તેમણે કહ્યુ કે, આટલા બધા લોકો આવે છે પણ તેમ છત્તાં જે ત્યાંની વ્યવસ્થા છે તેનાથી તે ખૂબ પ્રભાવિત થયા છે. આ ઉપરાંત ગાયક જીગરદાન ગઢવીએ ભાવુક થતા પ્રમુખસ્વામી મહારાજ માટે ગીત પણ ગાયું હતુ, જે હતુ મારા મન મંદિરિયે આવો ને…

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

Shah Jina