વિરાટ કોહલી બાદ ગૌતમ ગંભીરે પણ કરી એમ્પાયર સાથે માથાકૂટ, કારણ જાણીને તો તમે પણ હેરાન રહી જશો… જુઓ

RCB સામેની મેચમાં ગૌતમ ગંભીર પણ એમ્પાયર સાથે માથાકૂટ કરવા લાગ્યો ? આખરે શું હતું કારણ ? ક્યાંક વિરાટ તો નથી ને ?

Gautam Gambhir Argue With Umpire : જ્યારે પણ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની ટીમ IPLમાં ભાગ લે છે, ત્યારે કંઈક વિવાદાસ્પદ બને છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ઈડન ગાર્ડન્સમાં સામસામે આવી ગયા હતા. આ મેચમાં વિવાદાસ્પદ નિર્ણયને કારણે વિરાટ કોહલીને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. આ પછી વિરાટ અમ્પાયરથી ઘણો નારાજ દેખાઈ રહ્યો હતો. તેણે અમ્પાયર સાથે લાંબા સમય સુધી દલીલ કરી. મેચ પુરી થતા પહેલા ગૌતમ ગંભીરનો પણ અમ્પાયર સાથે ઝઘડો થયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઈનિંગની 19મી ઓવર પહેલા ગૌતમ ગંભીર બાઉન્ડ્રી લાઈનની નજીક ચોથા અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. ટીમના મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિત તેમની સાથે હતા. બંને ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યા હતા. બંનેએ લાંબા સમય સુધી અમ્પાયર સાથે દલીલ કરી. આ સમયે RCBને જીતવા માટે 12 બોલમાં 31 રનની જરૂર હતી. દિનેશ કાર્તિક સાથે કર્ણ શર્મા ક્રિઝ પર હતો.

આ દલીલ પાછળનું કારણ મેચ જોતા એવું લાગી રહ્યું હતું કે KKR સુનીલ નારાયણને ફિલ્ડીંગમાંથી પાછો બોલાવવા માંગે છે અને તેની જગ્યાએ અનુકુલ રોયને મેદાનમાં મોકલવા માંગતા હતા. અનુકુલ એક જબરદસ્ત ફિલ્ડર છે પરંતુ તે પછી અમ્પાયરોએ તેનો ઇનકાર કર્યો હતો. આ અંગે ગંભીર અને ચંદ્રકાંત પંડિત ગુસ્સે થયા હતા. જોકે, તેનો કોઈ ફાયદો થયો ન હતો અને નારાયણને ફરી મેદાનની અંદર જઈને ફિલ્ડિંગ ભરવી પડી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા KKRએ છ વિકેટે 222 રન બનાવ્યા બાદ આરસીબીની ઇનિંગ્સને 221 રન પર રોકી દીધી હતી. આરસીબી માટે વિલ જેક્સે 55 રન અને રજત પાટીદારે 52 રનનું યોગદાન આપ્યું હતું. KKR તરફથી આન્દ્રે રસેલે ત્રણ જ્યારે હર્ષિત રાણા અને સુનીલ નારાયણે બે-બે વિકેટ ઝડપી હતી.

Niraj Patel