Gautam Adani came to Jamnagar : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેલિબ્રેશન 1 થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં ચાલી રહી છે. આજે આ હાઈ-ફાઈ સેલિબ્રેશનનો છેલ્લો દિવસ છે. પ્રસંગમાં સામેલ થવા માટે દેશ અને દુનિયાના મોટા મોટા સેલેબ્સ પણ આવી પહોંચ્યા છે.
ત્યારે આ ક્રમમાં ગત શનિવારે રાત્રે દિગ્ગજ ઉદ્યોગપતિ અને અદાણી કંપનીના ચેરમેન ગૌતમ અદાણી પણ આવી પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં ભાગ લેવા મેટા ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ, માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાંકા, નંદન નિલેકણી, અદાર પૂનાવાલા, ક્રિકેટર સચિન તેંડુલકર, એમએસ ધોની, રોહિત શર્મા, સદ્ગુરુ જગ્ગી વાસુદેવ પણ હાજર રહ્યા હતા.
આ સિવાય અમિતાભ બચ્ચન, રજનીકાંત, આમિર ખાન, કરણ જોહર, રણબીર કપૂર-આલિયા ભટ્ટ, અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે પણ ભાગ લીધો હતો. ત્યારે ગૌતમ અદાણીના આ પ્રસંગમાં આવતા જ ચાર ચાંદ લાગી ગયા હતા. ગૌતમ અદાણીની એન્ટ્રી લક્ઝુરિયસ કારનો કાફલા સાથે થઇ હતી, જેને જોઈને જ લોકો અવાક રહી ગયા હતા.
સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગૌતમ અદાણી જામનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ કારના કાફલા સાથે આગળ વધી રહ્યા છે અને આ દરમિયાન સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રિ પાર્ટીમાં બોલીવુડના ઘણા બધા કલાકારો પણ પર્ફોમન્સ આપતા જોવા મળ્યા હતા.
એશિયાના સૌથી રીચેસ્ટ મુકેશ અંબાણીને પાછળ છોડીને બિઝનેસમેન ગૌતમ અદાણી આજે દેશના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં 9મા નંબરે પહોંચી ગયા છે. PM મોદી અને અમિત શાહે ફરી એકવાર દેશના સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં નંબર 1 અને 2 સ્થાન જાળવી રાખ્યું છે.દેશના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી છે.
જેમાં ખાસ વાત એ છે કે આ લિસ્ટમાં દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીને અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીએ પાછળ છોડી દીધા છે. ગૌતમ અદાણી એક દિગ્ગજ બિઝનેસમેન છે. તેઓ અદાણી કંપનીના ફાઉન્ડર છે, મહત્વની વાત એ છે કે જામનગરમાં અનંત અંબાણીના પ્રી-વેડિંગ ઇવેંટમાં અત્યાર સુધી મોટા મહાનુભાવની હાજરી રહી છે
,તો ઘણા મહાનુભાવો હાજરી આપીને રવાના પણ થયા છે, ત્યારે આજે શનિવારે ઇવેસ્ટનના બીજા દિવસે ગૌતમ અદાણી પત્ની સાથે પહોચ્યાં હતા,તો તેમનું કૃષ્ણભજની સાથે સ્વાગત કરાયું હતું. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીના લાડલા અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટની પ્રી-વેડિંગ સેરેમનીના પ્રથમ દિવસ ખુબ જ જોરદાર રહ્યો હતો. ગઈકાલે વિદેશી પોપ સિંગર રિવાનાએ પોતાના પર્ફોર્મન્સથી રંગ જમાવ્યો હતો.
View this post on Instagram
Event Video:
View this post on Instagram