“અનુપમા”ના અનુજ કપાડિયાએ તોડી બધી હદો, પત્ની સાથે બાથટબમાં બતાવ્યો રોમેન્ટિક અંદાજ

ટીવી શો ‘અનુપમા’ ઘણા સમયથી દર્શકોની પહેલી પસંદ છે. આ સિરિયલનું દરેક પાત્ર પોતાનામાં ખૂબ જ ખાસ અને રસપ્રદ છે. આ સીરિયલ લોકોમાં ઘણી જ લોકપ્રિય છે સાથે જ ગૌરવ અને રૂપાલી ગાંગુલીની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ આવી રહી છે. તે જ સમયે, આ શો ટીઆરપી લિસ્ટમાં પણ નંબર 1 પર યથાવત છે.આ દિવસોમાં એક્ટર ગૌરવ ખન્ના પણ આ શોમાં લીડ રોલમાં જોવા મળી રહ્યો છે. તે આમાં અનુજ કપાડિયાના રોલથી દર્શકોના દિલ જીતતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, ગૌરવના ચાહકોની ઘણી યાદીઓ પણ ઘણી લાંબી થઈ રહી છે.

ગૌરવ સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ છે. તે ઘણીવાર પોતાના અંગત અને વ્યાવસાયિક જીવનની ઝલક ચાહકો સાથે શેર કરે છે.ખાસ કરીને તેની મોટાભાગની પોસ્ટમાં તે પત્ની આકાંક્ષા ચમોલા સાથે જોવા મળે છે. ત્યારે હાલ ગૌરવે આકાંક્ષા સાથેનો પોતાનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે.આ વીડિયોમાં ગૌરવ અને આકાંક્ષા એક હોટલના આલીશાન રૂમમાં જોવા મળી રહ્યા છે. અહીં તે આ હોટલનો દરેક ખૂણો બતાવે છે. આ દરમિયાન વીડિયોના એક સીનમાં બંને બાથટબમાં એકસાથે જોવા મળી રહ્યા છે.

આકાંક્ષા અને ગૌરવ બંને અહીં એકબીજા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. હવે ગૌરવનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેનો આ અવતાર જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. ગૌરવ ખન્નાએ શેર કરેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગૌરવ અને તેની પત્ની આકાંક્ષા ચમોલા એક હોટલ પર પહોંચી ગયા છે.

બંને આ ફ્લેટનો દરેક ખૂણો ફેન્સને બતાવી રહ્યાં છે. આ દરમિયાન એક સીનમાં બંને બાથટબમાં જોવા મળે છે. ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આના પર ફેન્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Akanksha Chamola (@akankshagkhanna)

જણાવી દઈએ કે આકાંક્ષા મુંબઈની રહેવાસી છે. વર્ષ 2015માં તેણે ટીવી સીરિયલ ‘સ્વરાગિની’થી ડેબ્યૂ કર્યું હતું. આ સીરિયલમાં તેણે ‘પરિણીતા આદર્શ મહેશ્વરી’નું પાત્ર ભજવ્યું હતું. આ પછી તે સીરિયલ ‘ભાગ્યલક્ષ્મી’માં પણ જોવા મળી હતી. ગૌરવ અને આકાંક્ષાના લગ્ન વર્ષ 2016માં થયા હતા. આકાંક્ષા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ તેના હોટ અને બોલ્ડ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

Shah Jina