હાલ આખા દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને ઠેર ઠેર ઘણા બધા લગ્નો પણ યોજાઈ રહ્યા છે. લગ્ન એ ખુશીનો પ્રસંગ છે અને આવા પ્રસંગમાં કોઈ અઘટિત ઘટના ના ઘટે તેનું લોકો ખાસ ધ્યાન રાખતા હોય છે, પરંતુ તે છતાં ઘણીવાર એવી ઘટનાઓ બનતી હોય છે જેના કારણે લગ્નનો આખો માહોલ શોકમાં બદલાઈ જતો હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં જાન જોડાતા પહેલા જ ગેસનો સિલેન્ડર ફાટ્યો હતો.
આ ઘટના સામે આવી છે રાજસ્થાનના જોધપુરમાંથી. જ્યાં જાન નીકળતા પહેલા જ ગેસ સ્લેન્ડર ફાટવાના કારણે 5 લોકોના મોત થઇ ગયા અને વરરાજા સમેત 60 લોકો ખરાબ રીતે ઘાયલ પણ થઇ ગયા છે. ગઠન સ્થળ પર હાજર લોકો તાત્કાલિક આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીના ટેન્કર તેમજ ફ્રાય બ્રિગેડની ટીમને પણ બોલાવી લીધા હતા.
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે, ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર ભૂંગરાના રહેવાસી સંગત સિંહ ગોગાદેવના લગ્ન ગુરુવારના રોજ યોજાવવાના હતા. સાંજે જાન નીકળવાની હતી. જેના કારણે મહેમાનો માટે રસોઈયા જમવાનું બનાવી રહ્યા હતા. આ દરમિયાન જ ગેસ સિલિન્ડરમાં અચાનક બ્લાસ્ટ થઇ ગયો. જોત જોતમાં આગની ચપેટમાં આવવાના કારણે 5 સિલેન્ડર ફાટી ગયા.
મંડપમાં આગ લાગવાના કારણે અફરા તફરી મચી ગઈ. આગ લાગી ત્યારે ઘણા લોકો જમી રહ્યા હતા તે પણ આગમાં ખરાબ રીતે બળી ગયા.આ દરમિયાન લોકોની મદદ કરવા માટે ગયેલા વરરાજા અને તેના પિતા પણ ઘાયલ થઇ ગયા. મીડિયા રિપોર્ટ અનુસાર એવી પણ કહેવામાં આવી રહ્યું છે કે સિલેન્ડર બ્લાસ્ટ થવાના કારણે ઘરની છત પણ પડી ગતિ હતી. ઘાયલોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.