વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં થયો હોબાળો, અતુલ પુરોહિતને પણ વાગ્યો પથ્થર, માઈક ઉપર કહ્યું કે “હવે હું…” જુઓ

ગુજરાતમાં હાલ નવરાત્રીનો રંગ ચરમ સીમા ઉપર છે. આજે ત્રીજું નોરતું છે અને ગરબા રસિકો ફૂલ મોજમાં જોવા મળી રહ્યા છે. મેદાનોમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમી રહ્યા છે. ત્યારે ગુજરાતની અંદર વડોદરામાં આવેલા યુનાઇટેડ વેના ગરબા પણ ખુબ જ પ્રખ્યાત છે. આ ગરબામાં મોટી સંખ્યામાં લોકો ગરબે ઘુમવા માટે જતા હોય છે, પરંતુ હાલ ખેલૈયાઓને યુનાઇટેડ વેના ગરબામાં કડવો અનુભવ થઇ રહ્યો છે.

યુનાઇટેડ વેમાં બીજા નોરતે ગરબામાં મોટો હોબાળો જોવા મળ્યો હતો. જેમાં કેટલાક તોફાની તત્વો દ્વારા દર વર્ષે ગરબાની રમઝટ જમાવતા અતુલ પુરોહિતને પણ પથ્થર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને અતુલ પુરોહિતે પણ મંચ ઉપરથી જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, “પહેલીવાર એવું થયું કે, મારા છોકરાએ મને પથ્થર માર્યો અને મને માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહિ કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહિ હોય તો હું જ ગરબા નહિ શરૂ કરું.”

આ બાબતે મળી રહેલી વધુ વિગત અનુસાર આ વર્ષે યુનાઇટેડ વેના ગરબાનું આયોજન અટલાદરાના એમ.એમ પટેલ ફાર્મ ખાતર કરવામાં આવ્યું છે. નવરાત્રીના બીજા દિવસે પણ ખેલૈયાઓ દ્વારા પગમાં કાંકરી વાગતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ગરબા રમતી વખતે ખેલૈયાઓને પગમાં કાંકરીઓ વાગતા ઉત્સાહ ઓસરી ગયો હતો. જેના કારણે મોટો હોબાળો થતા અધવચ્ચે જ ગરબા બંધ કરવાની ફરજ પડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nimesh Patel (@nimeshpatel_10)

તો પગમાં પથ્થર વાગતા જ હોબાળો મચાવીને ખેલૈયોએ રિફંડ આપવા માટેની બૂમો પાડી હતી અને જેના કારણે ગરબા બંધ કરવા પડ્યા હતા. જેના બાદ ખેલૈયાઓ સ્ટેજ પાસે એકઠા થઇ ગયા હતા ને મોટો હોબાળો મચાવ્યો હતો. જેના બાદ માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવીને તેમની ફરિયાદ લેખિતમાં આપવા રજૂઆત કરી હતી. તો ગરબા આયોજકે પણ બીજા દિવસે રિફંડ લઇ જવા માટે જણાવ્યું હતું.

Niraj Patel