પ્રેમની સજા: ડોક્ટરની દીકરી ગુંડાને દિલ દઈ બેઠી અને આવ્યું આ ભયાનક પરિણામ

પ્રેમની સજા: યુવતીને થઇ ગયો ગેંગસ્ટર સાથે પ્રેમ, 2 મહિના રહેવું પડ્યું જેલમાં અને પછી જે થયું તે ભયાનક છે

એવું કહેવાય છે કે પ્રેમ થાય ત્યારે કંઈપણ જોવામાં નથી આવતું, પ્રેમ આંધળો હોય છે. પરંતુ એક યુવતીને ગેંગ સ્ટર સાથે પ્રેમ થયો અને પછી જે થયું તે ખરેખર ચોંકાવનારું છે.ગેંગ સ્ટર સાથે પ્રેમ કરવો યુવતીને એટલો ભારે પડી ગયો કે તેને બે મહિના અને 8 દિવસ જેલમાં પણ રહેવું પડ્યું. જો કે વકીલે જયારે કોર્ટમાં જણાવ્યું કે તે અજાણતામાં ગેન્ગસ્ટરને દિલ આપી બેઠી હતી ત્યારે તેને જમાનત મળી.

ગેંગ સ્ટર પપલા ગુર્જરની ગર્લફ્રેન્ડ જીયા બુધવારના રોજ સાંજે અલ્વરની સેન્ટ્રલ જેલમાંથી છૂટી ગઈ. જેલમાંથી બહાર આવીને જીયા તેના પિતાને જોઈને જોર જોરથી રડવા લાગી/ પપલા ગુર્જરની પ્રેમિકાને બે મહિના આઠ દિવસ જેલમાં રહ્યા બાદ ન્યાયાલયે બેગુનાહ માનીને જેલમાંથી છોડી મૂકી.જેલમાંથી બહાર આવ્યા બાદ જીયાએ જણાવ્યું કે પપલાએ તેને જણાવ્યું હતું કે તે દિલ્હીનો રહેવાસી છે અને બિઝનેસ કરે છે/. લોકડાઉનના કારણે તે અહીંયા ફસાઈ ગયો છે. ત્યારબાદ થોડા દિવસ સુધી જિમમાં જ થોડી ઘણી વાતો થતી રહી. એક દિવસ તેને મને પોતાનું જિમ ખોલવાની સલાહ આપી.

પપલાએ કહ્યું હતું કે તે રૂપિયાની વ્યવસ્થા કરી દેશે. ત્યારબાદથી જ અમારી બંને વચ્ચે નજીકતા વધવા લાગી હતી અને બંનેમાં પ્રેમ થઇ ગયો. આ ઉપરાંત જીયાએ જણાવ્યું કે તેનો પપલા સાથે કોઈ સંબંધ નથી અને ના તેને ક્યારેય કોઈ પૈસા એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે.તમને જણાવી દઈએ કે જીયાના પિતા ચાંદ સિકલગર વ્યવસાયે ડોક્ટર છે અને તેની માતા ગૃહિણી છે.

જીયાની એક બહેન પણ ચેહ તે હજુ ભણી રહી છે. જિયાના વર્ષ 2014માં ભોપાલના એક નવાબ પરિવારમાં લગ્ન થયા હતા. તેને જણવ્યું કે તેના પતિનો કોઈ બીજી છોકરી સાથે અફેર હતો જેના કારણે તેને છૂટાછેડા આપી દીધા હતા. હવે તેના લગ્ન તેના પરિવારના લોકો જ નક્કી કરશે.જીયાએ કહ્યું હતું કે પપલા ગુર્જર બહુ જ ધાર્મિક અને સાત્વિક પ્રવૃત્તિનો હતો. દિવસભર અને સવાર અને સાંજના સમયે તે હનુમાનજી અને કાળીમાતાની પૂજા કરતા હતા. જીયા માંસાહારી હતી અને પપલા સંપૂર્ણ રીતે શાકાહારી હતો. જેના કારણે પપલા જીયાથી દૂર રહેતો હતો.

28 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્રના કોલ્હાપુરથી પપલા ગુર્જરની સાથે પોલીસે જીયાની પણ ધરપકડ કરી હતી. તેના બાદ તે પહેલા 7 દિવસ પોલીસ કસ્ટડીમાં રહી. 4 ફેબ્રુઆરીના રોજ કોર્ટે તેને જેલમાં મોકલી દીધી. જીયાના વકીલે જણાવ્યું હતું કે કોર્ટમાંથી એટલે જામીન મળી કે જીયાને ખબર નહોતી કે તે એક ગેંગ સ્ટર હતો, તેને પોતાને એક બિઝનેસમેન જણાવ્યો હતો.

Niraj Patel