સુપરફાસ્ટ ચાલતી વર્ના કારનો કચરો થઇ ગયો, ગાંધીનગરના રાયસણમાં બેના ઘટનાસ્થળે મોત, ત્રણ હોસ્પિટલ ભેગા થયા

ગાંધીનગરના રાયસણ BAPS સ્કૂલ નજીક વર્ના કારનો થયો ખતરનાક અકસ્માત, પ્રવીણ અને હાર્દિક પટેલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું, જુઓ તસવીરો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, જેમાં ઘણીવાર ગંભીર રીતે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે, તો ઘણીવાર કેટલાક લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલમાં જ ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતાં રોડ સાઈડમાં આવેલ વીજ પોલ સાથે એક કાર ધડાકાભેર અથડાઈ અને તેને કારણે ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દેતા રોડને અડીને લગાવેલા બે ત્રણ કન્સ્ટ્રક્શન સાઈટનાં જાહેરાતના બોર્ડ સાથે કાર અથડાઈ હતી અને પલ્ટી ખાઈ ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર રાયસણ ગામના પાંચ લોકોમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ ગંભીર ઘાયલ થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા. આ ત્રણ લોકોમાંથી એકની હાલત અત્યંત નાજુક હોવાનું સામે આવ્યુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરના રાયસણ પેટ્રોલ પંપથી BAPS સ્કૂલ તરફ જતાં રોડ પર ગઈકાલે રાતના સમયે અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં બે લોકોને કાળ ભરખી ગયો હતો.

જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી એકની હાલત નાજુક છે. રાયસણમાં મોટાપાયે બિલ્ડરોની કન્સ્ટ્રક્શન સાઈટ બિલાડીના ટોપની માફક ચાલી રહી છે અને તેઓ પોતાની સાઇટની જાહેરાતો માટે સિંગલ પટ્ટી રોડને અડીને લાઈન સર બોર્ડ ખડકી દે છે. જેને કારણે કેટલીકવાર નાના મોટા અકસ્માતો થાય છે. ગઈકાલે પણ સિંગલ પટ્ટી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો.

રાયસણ ગામ વૃંદાવન બંગલોની સામેના ખેતરમાં રહેતો ધવલ રાવળ તેના મિત્રો જીગર રાવળ, પ્રવીણ રાવળ(કુડાસણ) અને વિપુલ રાવળ તેમજ હાર્દિક પટેલ (રાયસણ) બધા રાતના આઠ વાગ્યા આસપાસ ભેગા થયા હતા અને પછી નવ વાગ્યાના અરસામાં વિપુલ અને જીગરે ઘરે મુકી જવાની વાત કરી હતી. જેથી પાંચેય હાર્દિકની વર્ના કારમાં નીકળ્યા અને આ દરમિયાન પ્રવીણ કાર ચલાવી રહ્યો હતો

ત્યારે BAPS સ્કૂલથી થોડેક આગળ જતાં રોડની સાઈડમાં આવેલા વીજ પોલ સાથે પૂરપાટ ઝડપે કાર અથડાઈ હતી. જેનાં કારણે પ્રવિણે કાર પરનો કાબુ ગુમાવી દીધો અને તેને કારણે કાર કન્સ્ટ્રક્શન સાઈટની જાહેરાતના બે ત્રણ બોર્ડ સાથે અથડાઇ અને બે ત્રણ વખત પલ્ટી ખાઇ ગઇ. આ ગમખ્વાર અકસ્માતમાં કારનો કચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં પ્રવીણ અને હાર્દિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જ્યારે ધવલ, જીગર અને વિપુલને ગંભીર ઈજાઓ થતાં 108 મારફતે સિવિલ લઈ જવાયા અને ત્યાં ધવલની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યુ છે. 26 વર્ષીય હાર્દિક તેની પાછળ પત્ની અને બે નાના બાળકોને છોડી ગયો, તેના પિતા બિલ્ડર છે અને આ મામલે હવે ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina