આઇટમ ગર્લ રાખી સાવંતનો BMW કાર સાથેનો ફની વીડિયો થયો વાયરલ, પોઝ આપતા આપતા ન થવાનું થઇ બેઠું

આઈટમ ગર્લ રાખી સાવંત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. રાખી સાવંત BMW X1 કારની માલકીન બની ગઈ છે. થોડા દિવસો પહેલા તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેને આ લક્ઝરી કાર ગિફ્ટમાં મળી છે. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કારનો વીડિયો શેર કરતા રાખી સાવંતે કેપ્શનમાં લખ્યું, મને આટલું મોટું સરપ્રાઈઝ આપવા બદલ શેલી લેડર, રાજ ભાઈ અને આદિલ ખંડુરાનીનો આભાર. વીડિયોમાં જોઈ શકાય છે કે રાખી સાવંત કાર ચલાવતી જોવા મળી રહી છે અને તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

અભિનેત્રી રાખી સાવંતની આ BMW X1 કારની કિંમત લગભગ 40 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. કોમેન્ટ સેક્શનમાં તમામ સેલેબ્સ અને ફેન્સ રાખી સાવંતને અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, રાખી અભિનંદન. બીજાએ લખ્યુ, ધીરજના ફળ મીઠા હોય છે. અન્ય એકે લખ્યું, તમારા મિત્રો ખૂબ જ સરસ છે, જેમણે તમને ગિફ્ટમાં કાર આપી છે. રાખી અવાર નવાર તેના ઘરની બહાર નીકળે છે ત્યારે પેપરાજીના કેમેરામાં કેદ થઇ જતી હોય છે. હાલમાં પણ કંઇક આવું જ થયુ.

રાખીનો કાર સાથેનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રાખી કારના બોનેટ પર બેઠેલી બોલ્ડ લુકમાં પોઝ આપતી જોવા મળી રહી છે, પરંતુ કાળઝાળ ગરમીને કારણે કારનું બોનેટ ગરમ થઈ ગયું અને રાખી તેના પર બેઠી કે તરત જ તે કૂદી પડી અને ઊભી થઈ. તે કહે છે કે તે ખૂબ જ ગરમ છે. આ દરમિયાન તેની અભિવ્યક્તિ જોવા જેવી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

લોકો રાખીના આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. રાખીનો આ વીડિયો જોઇ લોકો પોતાની હસવું રોકી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, રાખી સાવંત થોડા મહિના પહેલા કારના શોરૂમની બહાર જોવા મળી હતી. જ્યાં તે તેના પૂર્વ પતિ રિતેશ સાથે કાર જોવા ગઈ હતી. આ દરમિયાન એક વીડિયો પણ વાયરલ થયો હતો. પેપરાજીએ તેને પૂછ્યું કે શું તે પણ કાર ખરીદી રહી છે ?

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

જેના પર રાખીએ જવાબ આપ્યો કે તેની પાસે 60 લાખ રૂપિયા નથી. રાખીએ કહ્યું હતું કે હું સલમાન ખાન નથી, જે આટલી મોંઘી કાર ખરીદે. અમે ઓટો રિક્ષામાં મુસાફરી કરતા લોકો છીએ.

Shah Jina