મંદિરા બેદીના પતિના અંતિમ સંસ્કારમાં ઉમટી પડ્યા મોટા મોટા સેલેબ્રિટીઓ, ભાવુક કરી દેનારી તસવીરો આવી સામે

પતિની લાશ જોઈને ચોધાર આંસુએ રડતી દેખાઈ અભિનેત્રી મંદિર બેદી, અર્થી ઉઠવતી સમયે અચાનક એવું થયું કે …જુઓ PHOTOS

આજે બૉલીવુડ અભિનેત્રી મંદિરા બેદીના પતિ રાજ કૌશલનું નિધન થઇ ગયું જેના કારણે સમગ્ર બૉલીવુડ જગતની અંદર શોકનો માહોલ પ્રસરી ઉઠ્યો છે. ચાહકો સાથે ઘણા સેલેબ્રિટીઓ મંદિરાના માથે આવી પડેલા આ દુઃખને સહન કરવાની સાંત્વના આપી રહ્યા છે, ત્યારે પતિના અંતિમ સંસ્કારમાં પણ બોલીવુડના સેલેબ્રિટીઓ આવી ચઢ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર અપૂર્વ અગ્નિહોત્રી, હુમા કુરેશી અને સમીર સોની સહિત ઘણા સ્ટાર્સ બાંદ્રામાં મંદિરા બેદીના પતિના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.

પતિના નિધનના સમાચાર સાંભળીને મંદિર બેદી પણ તૂટી ગઈ છે. આ દરમિયાન ઇન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ તેને સતત સાંત્વના આપી રહ્યા છે.

આજે વહેલી સવારે રાજ કૌશલના નિધનની ખબર સામે આવી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમનું નિધન હૃદયરોગના હુમલાના કારણે થયું છે.

રાજ કૌશલે એક અભિનેતા તરીકે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેઓ એક નિર્દેશક પણ રહ્યા હતા.  તેમને પોતાના કેરિયરમાં 3 ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

રાજ કૌશલ એક સારા પતિ અને પિતા પણ હતા. તે પોતાના પરિવારને પોતાનો પૂરતો સમય આપતા હતા. પોતાના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ તે પરિવારને સમય આપવાનું ચુકતા નહોતા.

મંદિર બેદી સાથે રાજ કૌશલના પ્રેમ લગ્ન થાય હતા. એક ઓડિશન દરમિયાન બંનેની મુલાકાત થઇ હતી અને જે પ્રેમમાં પરિણમતા બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

લગ્નના 12 વર્ષ બાદ મંદિરાએ એક દીકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ બંનેએ વીર રાખ્યું હતું. ગયા વર્ષે જ રાજ કૌશલ અને મંદિરાએ એક દીકરીને દત્તક લીધી હતી. જેનું નામ તારા છે. પતિ રાજ કૌશલની અર્થી ઉઠાવી ત્યારે મંદિરા બેદી ધ્રુસકે ધ્રુસકે રડતી દેખાઈ, તેના મિત્રો ત્યાં પહોંચ્યા હતા. જે તેને સાચવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

મંદિરા અને રાજની મુલાકાત વર્ષ 1996માં મુકુલ આનંદના ઘરે પહેલીવાર થઇ હતી. તે પહેલા મંદિરા “દિલવાલે દુલ્હનિયા લે જાએંગે” જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી. મંદિરા ત્યાં એક ઓડિશન આપવા ગઇ હતી અને રાજ, મુકુલ આનંદના આસિસ્ટેંટના રૂપમાં કામ કરી રહ્યા હતા.

તમને જણાવી દઇએ કે, મંદિરા અને રાજ કૌશલની લવ સ્ટોરી કોઇ ફિલ્મની કહાનીથી ઓછી નથી. બંનેના લગ્નમાં ઘણી અડચણ આવી. રાજ કૌશલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, જયારે મેં પહેલીવાર મંદિરા બેદીને જોઇ તો તે એક લાલ અને સફેદ રંગની ધારીદાર ટી શર્ટ અને ખાખી પેન્ટ પહેરીને આવી હતી. જેમાં તે ખૂબસુરત લાગી રહી હતી.

જો કે, મેં મંદિરાને આ પહેલા DDLJ માં જોઇ હતી. પરંતુ મેં તે સમયે તેના પર ધ્યાન આપ્યુ ન હતુ. રાજે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, મંદિરાના પેરેન્ટ્સથી શરૂઆતમાં મળવુ અજીવ હતુ. તેમના પિતા એક કોર્પોરેટ પ્રોફેશનલ હતા. જો કે, કેટલાક સમય બાદ તેઓ મારાથી હળીમળી ગયા હતા.મને લાગતુ હતુ તે તેમની પાસે બીજો કોઇ વિકલ્પ ન હતો.

મંદિરા અને રાજ બંને એકબીજાથી ખુબ જ અલગ અલગ હતા. છતાં પણ બંને એકબીજા તરફ આકર્ષિત થયા અને જોત જોતામાં બંને એકબીજાને પોતાનું દિલ પણ આપી બેઠા હતા અને 14 ફેબ્રુઆરી 1999ના રોજ બંનેએ લગ્ન કરી લીધા હતા.

મંદિરા બેદીએ શાહરુખ ખાન સાથે ‘દિલ વાલે દુલહનીયા’ થી બોલીવુડમાં ડેબ્યુ કરનારી તેની અલગ સ્ટાઇલને લઈને ઓળખવામાં આવે છે. મંદિરાએ બૉલીવુડ સિવાય ઘણી સિરિયલ જેવી ‘શાંતિ’, ‘ક્યોંકિ સાંસ ભી કભી બહુ થી’, ‘જસ્સી જૈસી કોઈ નહીં’ માં કામ કર્યું છે.

આ સિવાય મંદિરાએ સ્પોર્ટ્સ કમેન્ટર તરીકે પણ ઘણા સમય સુધી કામ કર્યું છે. મંદિરાએ તેની કરિયરમાં ખુબ નામ કમાઈ અલગ જ પહેચાન બનાવી છે, પરંતુ તેને આ સફળતા પ્રાપ્ત કરતા તેને તેની અંગત જિંદગીમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Niraj Patel