ખુશખબરી: વધુ એક અભિનેત્રી બનવાની છે જલ્દી જ માતા, મંગેતર સાથે તસવીર શેર કરી આપી ગુડ ન્યુઝ

વાહ..લગ્ન કર્યા વગર જ બૉયફ્રેંડથી માતા બનવા જઈ રહી છે સ્લમડૉગ મિલિનેયરની આ દિગ્ગજ અભિનેત્રી, જુઓ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યું

ઇન્ડિયાની જ નહી ફોરેનમાં પણ મોડેલિંગ અને એક્ટિંગની દુનિયામાં મોટુ નામ કમાવનારી સ્લમડૉગ મિલિનેયર અભિનેત્રી ફ્રીડા પિંટો ૨ વર્ષ પહેલા પોતાની સગાઈનુ એલાન કર્યુ હતું. તેણે ઈસ્ટાગ્રામ પર પોતાના બોયફ્રેંડ સાથે તસ્વીર શેયર કરી છે

અને પોસ્ટની મદદથી પોતાના બોયફ્રેંડને હેપ્પી બર્થડે વિશ કર્યુ છે. સાથે જ પોતાની સાગાઈની પણ જાહેરાત કરી છે. ફ્રીડા છેલ્લા કેટલાક સમયથી એડવેચર ફોટોગ્રાફર કોરી ટ્રેનને ડેટ કરી રહી છે.

આ હિરોઈને પોસ્ટમાં જણાવ્યું હતું કે છેકે હવે બધુ સેંસિબલ લાગી રહ્યુ છે. જીદગી, આ દુનિયા, એ આંસુ અને કોશિશો બધુ સમજાય રહ્યુ છે. બુદ્ધિમાન પ્રેમીએ પ્રેમ ને લઈને જે પણ કંઈક કહ્યુ હતુ તે બધુ સમજમાં આવવા માડ્યુ છે. હવે હુ સેંસિબલ થઈ ચુકી છુ. તમે સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છો જે મારા જીવનમાં આવ્યા અને તમે અહી જ છો.

“સ્લમડોગ મિલેનિયર” અભિનેત્રી ફ્રીડા પિંટોએ ચાહકો સાથે તેના જીવનની સૌથી મોટી ખુશખબરી શેર કરી છે. તે જલ્દી જ માતા બનવાની છે. ફ્રીડાએ મંગેતર કોરી ટ્રાન સાથે તસવીર શેર કરી પ્રેગ્નેંસીની ખબર આપી છે. આ દરમિયાન ફ્રીડાનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

ફ્રીડાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીર શેર કરી છે,જેમાં એકમાં તે બંને કેમેરા સામે પોઝ આપી રહ્યા છે અને બીજામાં તે એકબીજાની આંખોમા આંખો પરોવી ખૂબ જ પ્રેમથી એકબીજા સામે જોઇ રહ્યા છે.

ફ્રીડાએ બ્લેક ફલોરેલ ડ્રેસ પહેર્યો છે. આ તસવીરમાં તે ઘણી ખૂબસુરત લાગી રહી છે અને તેના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતા ફ્રીડાએ કેપ્શન લખ્યુ છે કે, બેબી ટ્રાન આવવાનો છે.

ફ્રીડાની આ પોસ્ટ પર ચાહકો ઉપરાંત સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે. બધા ફ્રીડા અને કોરી ટ્રાનને શુભકામના પાઠવી રહ્યા છે. આ તસવીર પર અભિનેત્રી મૃણાલ ઠાકુરે પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યુ, ઓહ માય ગોડ ! ફ્રીડા અને કોરી તમને બંનેને ખૂબ ખૂબ શુભકામના. તે બાદ તેણે લખ્યુ, હું જોરજોરથી બૂમો મારી રહુ છુ અને ડાંસ કરી રહી છું.

ફ્રીડા અને કોરીની આ તસવીર પર અભિનેત્રી નરગીસ ફખરીએ પણ કમેન્ટ કરી છે અને લખ્યુ કે, ઓહ માય ગોડ ! તમને બંનેને શુભકામના.

તમને જણાવી દઇએ કે, વર્ષ 2008માં આવેલી બ્રિટિશ ડ્રામા ફિલ્મ “સ્લમડોગ મિલેનિયર”થી બધાનું દિલ જીતવાવાળી ફ્રીડાએ વર્ષ 2019માં કોરી સાથે સગાઇ કરી લીધી હતી.

Shah Jina