“સ્લમડોગ મિલિનિયર” ફેમ અભિનેત્રીએ શેર કરી તેના બેેબી શાવરની તસવીર, કુંવારી થઇ પ્રેગ્નેટ

દેવ પટેલ સાથેના અફેર પછી આ અભિનેત્રી માં બનવા જઈ રહી છે..હજુ તો લગ્ન પણ નથી કર્યા જુઓ PHOTOS

પોતાના શાનદાર અભિનયથી દુનિયાભરમાં ઓળખ બનાવનારી ફ્રીડા પિંટોનો આજે જન્મદિવસ છે. ફ્રીડા પિંટોએ “સ્લમડોગ મિલિનિયર”માં લતિકાનું પાત્ર નિભાવી અને દુનિયાભરમાંથી પોતાના અભિનયની પ્રશંસા મેળવી હતી. આ ફિલ્મ સાથે તેની દેવ પટેલ સાથે રિયલ લાઇફ જોડી પણ બની ગઇ પરંતુ બંનેનો સંબંધ લાંબા સમય સુધી ચાલી શક્યો નહિ. દેવ પટેલ સાથે બ્રેકઅપ બાદ ફ્રીડા પિંટોએ Rohan Antao સાથે સગાઇ કરી લીધી અને હવે તે માતા બનવાની છે.

હાલમાં જ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે બેબી શાવરની છે. આ તસવીરોમાં તે વ્હાઇટ ગાઉનમાં જોવા મળી રહી છે અને તે તેનો બેબીબંપ ફ્લોન્ટ કરી રહી છે. તેની આ તસવીરોને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. તેણે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક ઘરની તસવીરો પણ શેર કરી છે, જેને જોતા એવો અંદાજ લગાવી શકાય કે, તેણે બેબીના આવ્યા પહેલા જ ઘરને રીનોવેટ પણ કરાવી લીધુ છે.

ફ્રીડાએ બેબી શાવરની તસવીરો શેર કરતી લખ્યુ કે, આ પ્રેમાળ બેબી શાવર વિશે યાદ આવી રહી છે. મારી પ્રેમાળ બહેનોની ટોળીનો આભાર. આ દિવસ મારા માટે ઘણો ખાસ બનાવ્યો. ખૂબસુરતી સાથે ફિનિશિંગ ટચ આપવા માટે આભાર. હું ઘણુ લકી અને ભાગ્યશાળી મહેસૂસ કરી રહી છુ.

ઉલ્લેખનીય છે કે, દેવ પટેલ સાથે લગભગ 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ ફ્રીડા અલગ થઇ ગઇ હતી. દેવ સાથે ફ્રીડા સીરિયસ રિલેશનશિપમં હતી, જેને કારણે તે બંનેના લગ્નની ચર્ચાઓ પણ થવા લાગી હતી. ભારતમાં જન્મેલી ફ્રીડાને ઘણા ઇંગ્લિશ અને ફોરેન લેંગ્વેજ પ્રોજેક્ટ્સ મળે છે જેમાં તેના રોલ્સની લેંથ પણ ઘણી સારી હોય છે.

ફ્રીડા પિંટોને સ્લમડોગ મિલિનિયરથી ઓળખ મળી અને તે ઓસ્કર વિનિંગ ફિલ્મનો ભાગ બની. તે બાદ અભિનેત્રીએ કયારેય પણ પાછળ વળી જોયુ નથી. તેણે બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે પરંતુ તે વધારે ફોરેન ફિલ્મોમાં જ જોવા મળે છે.

ફ્રીડા પિંટોનો જન્મ 18 ઓક્ટોબર 1984ના રોજ મુંબઇમાં થયો હતો. તેણે મુંબઇની સેંટ જેવિયર કોલેજથી ગ્રેજ્યુએશન કર્યુ છે. કરિયરની શરૂઆતમાં તેણે પ્લેજ કર્યા આ ઉપરાંત મોડલિંગ પણ કર્યુ. ફ્રીડાએ રોહન સાથે સગાઇ કરી છે, એક સમયે રોહન તેનો પબ્લિસિસ્ટ હતો. તે બાદ તે દેવ પટેલ સાથે રિલેશનશિપમાં હતી. લગભગ 6 વર્ષ સુધી ડેટ કર્યા બાદ તે અલગ થઇ ગઇ.

તે બાદ તે ફોટોગ્રાફરના પ્રેમમાં પડી અને હાલ તે Cory Tran સાથે રિલેશનશિપમાં છે કોરી સાાથે તેની સગાઇ પણ થઇ ચૂકી છે. ફ્રીડા અને કોરી તેમના પહેલા બાળકનું સ્વાગત કરશે. જૂન 2021માં ફ્રીડાએ તેની પહેલી પ્રેગ્નેંસીનું એલાન કર્યુ હતુ. અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે બેબી બંંપ ફ્લોન્ટ કરતા તેની તસવીરો પણ શેર કરતી રહે છે. સાથે જ તે તેના મંગેતર કોરી સાથે પણ ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરતી તસવીરો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Freida Pinto (@freidapinto)

Shah Jina