સૌથી દુઃખદ સમાચાર: CID ધારાવાહિકમાં દર્શકોનું મનોરંજન કરાવનારા ફ્રેડીએ દુનિયાને હંમેશા માટે કહ્યું અલવિદા

Frederick In CID Passes Away : મનોરાજના જગતમાંથી થોડા થોડા સમયે દુઃખદ ખબરો આવવાનો સિલસિલો ચાલુ જ છે. ત્યારે હાલ એક એવી જ  ખબરે ચાહકો સાથે ઇન્ડસ્ટ્રીને પણ શોકમાં ગરકાવ કરી દીધી છે. લોકપ્રિય ક્રાઈમ શો સીઆઈડીમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર દિનેશ ફડનીસનું 4 ડિસેમ્બરે રાત્રે નિધન થયું હતું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા અભિનેતાનું ગઈકાલે રાત્રે લગભગ 12 વાગે અવસાન થયું હતું. તેમને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે..

આજે કરવામાં આવશે અંતિમ સંસ્કાર :

અભિનેતાના અંતિમ સંસ્કાર આજે એટલે કે 5 ડિસેમ્બરે થશે. અભિનેતાના અંતિમ સંસ્કાર હવે બોરીવલી પૂર્વના દૌલત નગર સ્મશાનગૃહમાં કરવામાં આવશે. સૌથી લાંબા સમય સુધી ચાલતા શો ‘CID’ની આખી સ્ટાર કાસ્ટ હાલમાં તેમના ઘરે છે. તેઓ પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. દિનેશની હાલત નાજુક હતી અને તે હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતો. તે લીવર ડેમેજ સાથે લડાઈ લડી રહ્યો હતો. અગાઉ એવા અહેવાલ હતા કે અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો, જેને દયાનંદ શેટ્ટીએ ફગાવી દીધો હતો.

ઘર ઘરમાં બનાવ્યું હતું નામ :

CIDની ગણતરી નાના પડદાની સૌથી લોકપ્રિય સિરિયલોમાં થાય છે. આ સિરિયલના લગભગ તમામ પાત્રોએ ઘણી ખ્યાતિ મેળવી હતી. સીઆઈડીના તમામ પાત્રોમાં, દિનેશ ફડનીસ દ્વારા ભજવવામાં આવેલ ફ્રેડરિકને લોકોએ ખૂબ પસંદ કર્યું. CIDએ દિનેશ ફડનીસને ઘર-પરિવારમાં નામ આપ્યું હતું. અભિનેતા હોવા ઉપરાંત દિનેશ લેખક પણ હતા. દિનેશે CIDના ઘણા એપિસોડ લખ્યા હતા. આ સાથે તેણે મરાઠી ફિલ્મો પણ લખી હતી.

ફિલ્મોમાં પણ કર્યું છે કામ :

ટીવી પર આવતા પહેલા દિનેશ ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. તે આમિર ખાન સાથે બે ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આમિરની બ્લોકબસ્ટર ફિલ્મ સરફરોશમાં દિનેશે ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી હતી અને તે મેલામાં એક નાનકડી ભૂમિકામાં જોવા મળ્યો હતો. દિનેશે 2001માં આવેલી ફિલ્મ ઓફિસરમાં પણ કામ કર્યું હતું. દિનેશ તેમની પાછળ પત્ની અને એક વહાલી દીકરીને છોડી ગયા છે.

Niraj Patel