અરે બાપ રે ! મહેસાણામાં આ આધેડે સંબંધ માણવાની લાલચે ગુમાવ્યા આટલા કરોડ, જાણો સમગ્ર વિગત

રૂપલલના સાથે મજા કરવા ગયેલા મહેસાણાના આધેડે અધધધધ કરોડ ગુમાવ્યા, પછી શું થયું જાણો છો?

ગુજરાતના મહેસાણામાંથી હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. મહેસાણામાં આવેલ રાધનપુરમાં એક પ્રાઇવેટ કંપનીના મેનેજર જે ઉંમરવાળા છે તેમણે સંબંધ માણવાની લાલચે 2.23 કરોડથી વધુ રૂપિયા ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ આધેડને સોશિયલ મીડિયા પરથી એક વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો અને તેઓ સ્પાનો ધંધો કરે અને છોકરીઓ સ્પલાય કરે છે તેવુ કહ્યુ હતુ.

જેની સાથે સંપર્ક થયો હતો તે રવિએ એક પરિવારની યુવતિ અને મહિલા સાથે મિત્રતાની ઓફર આપી અને શરૂઆતમાં રૂપિયા 1500 ભરી ફ્રેન્ડશીપ કલબમાં સભ્ય બનવા કહ્યુ અને ત્યારબાદ આ આધેડે રકમ પણ ભરી હતી.

ફ્રેન્ડશીપ કલબમાંથી એક જીતેન્દ્ર પટેલ નામના વ્યક્તિએ ફોન કરી આઇડીપ્રુફ અને વોટ્સએપ નંબર માંગ્યો જે બાદ લાલચમાં આવી આ આધેડે યુવતિ સાથે ઘણીવાર વાત કરી અને

સંબંધ બાંધવા માટે જુદા જુદા બહાના કાઢી પૈસા માંગતા ઓનલાઇન ટ્રાન્જેક્શન તેમજ આંગડિયા દ્વારા 2.23 કરોડથી પણ વધુની રકમની છેતરપિંડી કરી હતી. બાદમાં આ આધેડને અહેસાસ થતા તેણે મહેસાણા પોલિસમથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલિસે ગુનો દાખલ કર્યો હતો.

Shah Jina