લો બોલો… બોલીવુડની આ ફેમસ અભિનેત્રીના પતિ સાથે થઇ ગઈ કરોડો રૂપિયાની છેતરપીંડી, પોલીસે નોંધ્યો કેસ, જાણો સમગ્ર મામલો

બૉલીવુડ અભિનેત્રીનો પતિ અને ટીવી અભિનેતા ફસાયા ફ્રોડના ચક્કરમાં, એવી રીતે લાગી ગયો કરોડો રૂપિયાનો ચૂનો કે… જુઓ

Fraud with actress husband : આજકાલ દેશ અને દુનિયામાં ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આજે લોકો સરળ રીતે પૈસા કમાવવા માટે ઓનલાઇન ફ્રોડ કરતા હોય છે અને લોકોને એવી એવી વાતો કરીને ભરમાવી દેતા હોય છે કે તેમન એકાઉન્ટ ખાલી થઇ જાય તો પણ કોઈને ખબર નથી પડતી. ત્યારે સામાન્ય માણસની સાથે સાથે ઘણા સેલેબ્સ પણ આવા ફ્રોડમાં ફસાઈ જતા હોય છે અને લાખો કરોડો રૂપિયા પણ ગુમાવતા હોય છે. હાલ એવો જ એક ફ્રોડ બૉલીવુડ અભિનેત્રીના પતિ સાથે થયો છે.

કરિશ્મા તન્નાના પતિ સાથે થઇ છેતરપીંડી :

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્નાના પતિ વરુણ બંગેરા અને ટીવી એક્ટર સમીર કોચર સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કરિશ્મા તન્ના, વરુણ બંગેરા અને સમીર કોચરે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ફર્મના માલિક અને તેને ચલાવતા દંપતી વિરુદ્ધ રૂ. 1.3 કરોડની કથિત છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. કેસમાં દંપતી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેઓએ બાંદ્રામાં ફ્લેટ વેચવાના નામે છેતરપિંડી કરી છે.

બાન્દ્રામાં ખરીદ્યો હતો ફ્લેટ :

આ કેસમાં પોલીસે જણાવ્યું કે, પ્રોનીત પ્રેમ નાથ અને તેની પત્ની અમીષા પર 2022માં બાંદ્રામાં તેમના કન્સ્ટ્રક્શન સાઈટ પર ફ્લેટ વેચવાના નામે ફરિયાદીના પરિવાર સાથે 1.03 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ફરિયાદ અનુસાર, કોચર અને કરિશ્મા તન્નાના પતિ વરુણ બંગેરાએ 2020માં લગ્ન કર્યા બાદ પ્રનીત નાથ અને તેની પત્ની અમીષા પાસેથી બાંદ્રા પશ્ચિમના પાલી વિસ્તારમાં બે ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું.

પોલીસે શરૂ કરી તપાસ :

સમીર કોચરે 1 કરોડ 95 લાખ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો અને વરુણ બંગેરાએ 90 લાખ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો. આ માટે સમીરે રૂ. 58 લાખ 50 હજાર અને વરુણે રૂ. 44 લાખ 66 હજાર ચૂકવ્યા હતા, ત્યારબાદ જૂન 2023માં આરોપીઓએ કહ્યું હતું કે તેઓ ફ્લેટ વેચવા માંગતા નથી, પરંતુ જાણવા મળ્યું કે સંબંધિત ફ્લેટ પહેલેથી જ વેચી દેવામાં આવ્યો હતો. હવે આ મામલામાં મુંબઈની અંધેરી પોલીસે આરોપી પતિ-પત્ની વિરુદ્ધ આઈપીસીની કલમ 409 અને 420 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

Niraj Patel