જુઓ ફ્રાંસના કપલના હિંદુ રીતિ રિવાજ સાથે લગ્ન:દુલ્હનિયાનો ઘુંઘટ કમાલ, સાફો પહેરી દુલ્હે રાજા બેમિસાલ, અગ્નિને સાક્ષી માની લીધા સાત ફેરા
ભારતની સનાતન સંસ્કૃતિની છાપ પૂરા વિશ્વ પર છે. આ જ કારણ છે કે વિદેશી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જલ્દી આકર્ષિત થઇ જાય છે અને આને અપનાવવા માટે પણ આતુર રહે છે. ત્યારે ત્રણવાર ભારત ફરી ચૂકેલા ફ્રેન્ચ કપલે તેમના પ્રેમને સાત જન્મ સુધી સલામત બનાવી રાખવા માટે હિંદુ રીતિ રિવાજ સાથે બીજીવાર લગ્ન કર્યા. હિંદુ પરંપરાઓને લઇને જિજ્ઞાસા અને રુચિને કારણે એરિક અને ગ્રેબિયલે ફરી એકબીજા સાથે લગ્ન કર્યા.
60 વર્ષિય આ કપલ હિંદુ રીતિ રિવાજથી ખૂબ પ્રભાવિત છે. તેમણે અગ્નિને સાક્ષી માની સાત ફેરા લઇ સાત જન્મ સુધી ચાલવાના સંબંધ વિશે સાંભળ્યુ તો તેમણે પણ આ રિવાજ સાથે લગ્ન કરવાની ઇચ્છા જતાવી. આ માટે બધા રીતિ-રિવાજ નિભાવવામાં આવ્યા. પંડિતે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણિગ્રહણ સંસ્કાર પણ કરાવ્યા.
આ દરમિયાન કન્યાદાનની પણ પરંપરા ભારતીય ટુરિસ્ટ ગાઇડ ભુજપાલ સિંહ અને તેની પત્નીએ નિભાવી. સનાતન ધર્મ વિશ્વમાં પોતાની ધજા લહેરાવી રહ્યો છે. આવો જ નજારો શનિવારે સાંજે શહેરના એક રેસ્ટોરન્ટ હેરિટેજ કિચનમાં જોવા મળ્યો, જ્યાં યુરોપના ફ્રાંસથી આવેલ કપલ એરિક અને ગ્રેબિયલે અગ્નિને સાક્ષી માની સાત ફેરા લીધા અને સુધ દુખમાં સાથ નિભાવવાની કસમ ખાધી.
પંડિતે મંગળસૂત્ર પહેરાવવું, માંગ ભરાવી જેવી અનેક રસ્મ પણ કરાવી અને તેનું મહત્વ પણ જણાવ્યુ. દુલ્હો બનેલ એરિક ઘોડી પર સવાર થઇ આવ્યો અને તેણે દુલ્હનના દ્વાર પર આવી તોરણ પણ માર્યુ. હેરાનીની વાત તો એ છે કે પૂરા લગ્ન દરમિયાન દુલ્હન ગ્રેબિયલ રાજપૂતી પોશાક પહેરી ઘુંઘટ કાઢી બેઠી હતી.
દુલ્હાએ રાજપૂતી ડ્રેસ અને દુલ્હનને પોશાક (બરી) પહેરી સોળ શણગાર કર્યા હતા. એરિક અને ગ્રેબિયલ લગ્ન દરમિયાન ઘણા જ ખુશ નજર આવ્યા હતા. જણાવી દઇએ કે, લગ્નમાં એરિક-ગ્રેબિયલના રાજસ્થાનના રહેવાસી મિત્રો અને મિત્રોના પરિવારજનો જાનૈયાઓ અને છોકરીવાળા બન્યા હતા. લગ્ન પછી કપલે કેક પણ કાપી હતી અને ખુશીઓ મનાવી હતી.
બંને આ પહેલા પણ ત્રણ વાર રાજસ્થાન આવી ચૂક્યા છે અને તેમને રાજસ્થાનથી ઘણો લગાવ છે. રાજસ્થાનની સંસ્કૃતિની ચર્ચા સાત સમુદ્ર પાર પણ થાય છે. જોધપુરના પ્રસિદ્ધ ઉમ્મેદ ભવન પેલેસમાં આ પહેલા પણ ઘણી વિદેશી હસ્તિઓ આવી લગ્ન કરી ચૂકી છે.