સેનાની તૈયારી કરી રહેલા ચાર મિત્રોનું ગમખ્વાર અકસ્માતમાં મોત, ચારેયની સાથે ઉઠી અર્થી, હૃદય કંપાવનારી ઘટના

મોત કોને ક્યારે ભરખી જાય એ કોઈને ખબર નથી. એક તરફ લોકો કોરોનાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ કોઈની લાપરવાહીના કારણે અકસ્માતમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે, ત્યારે રાજસ્થાનના નાગૌરમાં ચાર મિત્રોના એક સાથે દર્દનાક મોતથી ચાર પરિવારમાં માતમ છવાઈ ચુક્યો છે.

ચારેય મિત્રોની થોડી લાપરવાહી તેમની જીવ લઇ ગઈ. ચારેય મિત્રો એક જ બાઈક ઉપર બેસીને જઈ રહ્યા હતા ત્યારે એક પૂર ઝડપે આવતી ટ્રકે તેમને ટક્કર મારી દીધી. ટક્કર એટલી ખતરનાક હતી કે તે ચારેયને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા.

પોલીસનું કહેવું છે કે ટ્રક સિમેન્ટની થેલીઓથી ભરેલી હતી અને દુર્ઘટના બાદ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો. જણાવવામાં આવી રહ્યું છે કે ટક્કર સામે સામે જ થઇ હતી. ત્યારબાદ આખી ટ્રક જ તે ચારેય ઉપર ચઢી ગઈ.પોલીસે ટ્રકને કબ્જામાં લઇ લીધી છે અને તપાસ શરૂ કરી દીધી છે. ટ્રક ખુબ જ ઝડપી ચાલી રહી હતી.

આ અકસ્માત ડેગાના-ખાટુ હાઇવે ઉપર લંગોડની પાસે બુધવારની સાંજે થયો હતો. મૃતકોની ઉંમર 17થી 23 વર્ષ વચ્ચેની છે. ચારેય યુવકો સેનામાં ભરતીની તૈયારી કરી રહ્યા હતા. ચારેયે ઘરે આવવાનો નિર્ણય કર્યો હતો અને ચારેય પોતાની મંજિલથી માત્ર 5 કિલોમીટર દૂર હતા. પરંતુ વિધિને કઈ બીજું જ મંજુર હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે તે કોઈ લગ્ન સમારંભમાં ભાગ લઈને આવી રહ્યા હતા. ટ્રકની બચ્ચે તેમનું શબ એ રીતે ફસાયેલું હતું કે તેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી અને ઘણી મહેનત બાદ તેમને બહાર કાઢી શકાયા. જેના કારણે માલુમ પડી શકે છે કે ટ્રકની સ્પીડ ખુબ જ વધારે રહી હશે. આ ચારમાંથી એક મિત્ર ત્રણ મિત્રોને મૂકીને તેમના ઘરે જવાનો હતો.

પોલીસનું કહેવું છે કે ચારેય એક જ બાઇકમાં બેઠેલા હતા. એક બાઈક ઉપર બે જ વ્યક્તિને બેસવાની પરવાનગી છે. કારણ કે તેનાથી વધારે હોવાના કારણે બાઈક ઉપર નિયંત્રણ રાખવું ખુબ જ મુશ્કેલ છે. આ ઘટના બાદ સમગ્ર ગામની અંદર માતમ છવાઈ ચુક્યો છે.

Niraj Patel