ભેંસો ચરાવવા માટે ગયા હતા છોકરાઓ, પ્લાસ્ટિકની થેલીમાંથી નીકળ્યા 13 ડબ્બા, અંદર જોયું તો હોશ ઉડી ગયા, પોલીસ તંત્ર પણ દોડતું થયું

પાટણ: ભેંસો ચરાવવા માટે ગયા હતા છોકરાઓ અને પ્લાસ્ટિકની થેલીમાંથી મળ્યા 13 ડબ્બા, અંદર જોયું તો હોશ ઉડી ગયા, પોલીસ તંત્ર પણ થયું દોડતું

પાટણ જિલ્લાના સિદ્ધપુરના તાવડીયા ગામે પાણીના વોળાના અવાવરું જગ્યા પર 13 જેટલી પ્લાસ્ટિક બરણીમાં માનવ ભ્રુણ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા કાકોસી પોલીસને મેડિકલ વેસ્ટ પડેલ હોવાનું જણાવતા પોલીસ ત્યાં પહોંચી હતી અને સ્થળ ઉપર તપાસ કરતા તે માનવ ભ્રુણ જોવા મળ્યું હતું. જેના બાદ સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામ્યો હતો.

માનવ અંગો પ્લાસ્ટીક બરણીમાં જોવા મળતા આ બાબત હેલ્થ વિભાગને લાગતી હોય સ્થાનિક આરોગ્ય અધિકારીને બોલાવ્યા હતા. આ મામલે તપાસ માટે એફએસએલને બોલાવી તમામ મુદ્દા માલ કબ્જે કરી અને તપાસમાં જે રિપોર્ટ આવે તે મુજબ પોલીસ કાર્યવાહી આગળ કરવામાં આવશે હાલ જાણવા જોગ નોંધ કરી કર્યાવહી શરૂ કરી છે.

આ ઘટનાને લઈએં સ્થાનિક લોકો હવે ફિટકાર વરસાવી રહ્યા છે. આરોગ્ય વિભાગ પણ આ સમગ્ર ઘટનાથી અજાણ છે. ગામની અવાવરુ જગ્યાએ 13 જેટલી પ્લાસ્ટિક બરણીમાં માનવ ભ્રુણ ફેંકાયેલી હાલતમાં સ્થાનિકોને જોવા મળ્યા હતા.

આ બાબતે સ્થાનિક ગ્રામજન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે “આજે અહીંયા છોકરાઓ ભેસ ચરાવતા હતા ત્યારે પ્લાસ્ટિકનો થેલો મળી આવ્યો હતો જેમાંથી આ ડબ્બામાં ભરેલા ભ્રુણ નીકળ્યા હતા. એક ડબ્બામાં તો સંપૂર્ણ મૃત બાળક હતું. બીજામાં અવશેષો ભ્રુણ જેવા હતા. હવે સિદ્ધપુરના દવાખાનાના ભ્રુણ છે કે પછી ગેરકાયદેસર ગર્ભપાતના અવશેષો છે તે અંગે અમને શંકા પડી છે. અમે પોલીસને આ અંગે જાણ કરી છે.

Niraj Patel