હાડકા આપણા શરીરનો આધાર માનવામાં આવે છે, જે શરીરને આધાર આપવાનું કામ કરે છે. બાળપણથી લઈને યુવાવસ્થા સુધી હાડકામાં મિનરલ્સ જમા થતું રહે છે પણ 30ની ઉમર પાર કર્યા પછી હાડકા મિનરલ્સ ગુમાવવાનું શરૂ કરી દે છે. એવામાં વધતી ઉંમરની સાથે જો તમે તમારા રોજના આહારમાં અમુક ખાસ વસ્તુઓ શામીલ કરી લેશો તો તમારા શરીરના હાડકા ઉમર ભર સુધી સ્વસ્થ અને મજબૂત બનેલા રહેશે.
હાડકા કમજોર હોય તો રીકેટ્સ અને ઓસ્ટિયોપોરોસીસ જેવી બીમારીઓ થાય છે અને સામાન્ય એવી ઇજા થવા પર હાડકા તૂટવાનો ખતરો પણ વધી જાય છે.એક વયસ્ક વ્યક્તિને રોજના 700mg કેલ્શિયમની જરૂર પડે છે. આવો તો જાણીએ હાડકાની મજબૂતી માટેના સુપરફુડ વિશે.
1. ઈંડા:
ઈંડા પ્રોટીનની સાથે સાથે વિટામિન-ડી નો પણ ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે જે હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે. જણાવી દઈએ કે વિટામિન ડી ઈંડાના પીળા ભાગમાં હોય છે. માટે પૂરું ઈંડુ ખાસો તો જ તેનો ફાયદો મળશે.
2. પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થો:
મજબુત હાડકા માટે પ્રોટીન પણ એટલું જ જરૂરી છે. હાડકાનો 50 ટકા જેટલો ભાગ પ્રોટીનથી બનેલો હોય છે. પ્રોટીનનું સેવન ઓંછું કરવાથી શરીરમાં કેલ્શિયમનું અવશોષણ પણ ઓછું થઇ જાય છે જેનાથી હાડકા તૂટવાનો ખતરો વધી જાય છે. માટે તમારી ડાઈટમાં બદામ, ઓટ્સ, પનીર, દૂધ, બ્રોકલી જેવી પ્રોટિનયુક વસ્તુઓ ચોક્કસ શામિલ કરો.
3. દહીં:
દહીં કેલ્શિયયમ, વિટામિન-ડીનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે.દહીં ખાવાથી હાડકા સ્વસ્થ બને છે અને ગ્રોથ પણ સારો થાય છે અને વૃદ્ધ લોકોમાં દહીં ખાવાથી હાડકા તૂટવાનો ખતરો પણ ઓછો થઇ જાય છે.
4. પાલક:
એક કપ પાલકમાં તમારી રોજની જરૂરિયાતના હિસાબે 25 ટકા કેલ્શિયમ મળી આવે છે અને સાથે જ પાલક આરયન અને વિટામિન-એ નો પણ સ્ત્રોત છે રક્ત બનાવવાની સાથે સાથે આંખોની રોશની પણ વધારે છે. આ સિવાય લીલા પાન વાળા શાકભાજી પણ હાડકા મજબૂત બનાવવામા ખુબ ફાયદો કરે છે.