હે ભગવાન,કુતરાના કરડવાથી નહિ પણ આ હરકતથી સુરતમાં 5 વર્ષની માસુમ દીકરીનો જીવ ગયો

વાલીઓ ચેતી જજો: સુરતમાં 5 વર્ષની માસુમ બાળકીનું કુતરાના બટકા ભરવાને લીધે નહિ પણ ….લાલબત્તી સમાન કિસ્સો, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એવી એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે જેને સાંભળીને કોઈના પણ હોંશ ઉડી જાય. ઘણીવાર નાના બાળકો પર કુતરા દ્વારા હુમલો કરવાની ઘટનાઓ પણ સામે આવે છે જેમાં બાળકનું મોત પણ કૂતરું કરડવાના કારણે થતું હોય છે.

ત્યારે હાલ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. જેમાં એક બાળકીનું મોત કુતરાના ચાટવાના કારણે થયું હતું. આ મામલો સામે આવ્યો છે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાંથી. જ્યાં એક સાડા પાંચ વર્ષની બાળકીને છ મહિના પહેલા કુતરાએ ચાટ્યું હતું અને હાલ બાળકી મોતને ભેટી છે.

ત્યારે આ મામલામાં હવે મહત્વના ખુલાસા પણ સામે આવ્યા છે જે ખરેખર ચોંકાવનારા છે. આ મામલે મળી રહેલી વધુ માહિતી અનુસાર 6 મહિના પહેલા બાળકી પડી ગઈ હતી. ત્યારે તેને કપાળના ભાગે ઇજા થઇ હતી.

આ ઇજા પર એક કુતરાએ ચાટ્યું હતું. જેને લઈને કુતરાની લાળ બાળકીના કપાળના ઘામાં પ્રવેશી હતી. પરંતુ ત્યારે તેની કોઈ અસર જોવા મળી નહોતી. પરંતુ આ ઘટનાના 6 મહિના બાદ બાળકીમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા.

જેના કારણે તેને સારવાર માટે સુરતમાં આવેલી સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન જ બાળકીએ દમ તોડી દેતા પરિવાર ઊંડા શોકમાં ડૂબી ગયો હતો. આ મામલે બાળકીના પિતા ફોટોગ્રાફર જૈનીશભાઈએ જણાવ્યું હતું કે છ મહિના પહેલા તેમની દીકરી પાછળ કૂતરું પડ્યું હતું. ત્યારે તે પડી ગઈ હતી અને કુતરાએ તેને ચાટ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ તેમને કુતરાને ભગાડી દીધો અને બાળકીને ઇન્જેક્શન પણ અપાવ્યું હતું. પરંતુ હાલ તેનામાં હડકવા (રૅબીઝ)ના લક્ષણો દેખાતા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. જ્યાં ડોક્ટરોએ તેનું બચવું મુશ્કેલ છે તેમ જણાવી દેતા તેને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Niraj Patel