શિયાળામાં ડ્રાય સ્કિન એકદમ સામાન્ય છે. એકવાર સ્કિન ડ્રાય થઈ જાય પછી તેની સંભાળ રાખવી ખૂબ મુશ્કેલ બની જાય છે. કેટલીકવાર ત્વચા માછલીની જેમ શુષ્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં આ પ્રકારની ત્વચાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. શિયાળામાં માછલીની ચામડી જેવી ત્વચાને પણ ફિશ સ્કેલ સ્કિન કહેવાય છે. ત્યારે આનાથી કેવી રીતે છુટકારો મેળવવો તે જાણી લઇએ.
ફિશ સ્કેલ સ્કિનના લક્ષણો
– સ્કિનની પોપડીઓ ઉતરવી
– શુષ્ક ત્વચા પર તિરાડો પડી જવી
– સ્કિનનું ડ્રાય થઇ જવુ
ફિશ સ્કેલના કારણો : શિયાળામાં ફૂંકાતા ઠંડા પવનને કારણે ત્વચા શુષ્ક થઈ જાય છે, જેના કારણે આ સમસ્યા જોવા મળે છે.
ફિશ સ્કેલના ઉપાયો : ફિશ સ્કેલને ટાળવા માટે ત્વચાની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્વચા સંભાળ માટે મોઇશ્ચરાઇઝર લગાવો.
તેનાથી બચવા માટે ખૂબ ગરમ પાણીથી સ્નાન ન કરવું જોઈએ. નહાવાના પાણીમાં મીઠું વાપરો.
શિયાળામાં, ફિશ સ્કેલની ત્વચાને ટાળવા માટે વધુને વધુ પાણી પીવો. તેનાથી ત્વચા ફાટતી નથી.
જરૂરી નથી કે આ ફિશ સ્કેલ સ્કિન જ હોય. આ સમસ્યા અન્ય કારણોસર પણ થઈ શકે છે. જો તમને કોઈપણ લક્ષણો દેખાય, તો તમારે તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઉપરાંત, આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે, તમારે તમારી ત્વચાની વધુ કાળજી લેવી જોઈએ. ત્વચામાં ભેજ જાળવી રાખવો જોઈએ. શરીરને હાઇડ્રેટ રાખો અને સારો આહાર લો.