ખબર

બ્રેકીંગ ન્યુઝ: કોવિડ કેર સેન્ટરમાં આગ લાગતા 7 લોકો ભડથું, અંદર હતા 40 લોકો જાણો વિગત

Andhra Pradesh ના વિજયવાડામાં આજે એક Hotel માં ભીષણ આગ લાગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ હોટલનો હોસ્પિટલ દ્વારા કોવિડ (Covid-19)ના દર્દીઓની સારવાર માટે ઉપયોગ થતો હતો. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ. જો કે અત્યારે આ ભીષણ આગ પર કાબુ મેળવી લેવાયો છે પરંતુ આ આગમાં 7 વ્યક્તિઓમૃત્યુ પામ્યા છે. જ્યારે 30 લોકોને રેસ્ક્યુ કરાયા છે. આ આગ સ્વર્ણ પેલેસમાં હોટલમાં લાગી હતી જેમાં 40 લોકો હોવાના સમાચાર મળ્યા હતાં. જેમાંથી લગભગ 22 કોવીડ દર્દીઓ અને બાકીના લોકો હોટલ સ્ટાફના હતાં.

તમને જણાવી દઈએ કે આની પહેલાં 6 ઓગસ્ટના રોજ અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારના કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ આગ હોસ્પિટલના ICUમાં લાગી હતી. આ અગ્નિકાંડમાં 8 કોરોના દર્દીના મોત થયા હતા. મૃતક કોરોના દર્દીઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી જાણી શકાયું છે કે મરનાર તમામ દર્દીનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આશરે 50થી વધુ દર્દીઓને ફાયર બ્રિગેડની ટીમોએ રેસ્કયૂ કર્યા હતા.

ફાયર પર કાબુ મળ્યા પછી બિલ્ડિંગને ખાલી કરાવી લેવાયું છે. અત્યારે ઘટનાસ્થળે ભારે સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત છે. કૃષ્ણાના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર મોહમ્મદ ઈમ્તિયાઝે એએનઆઈને જણાવ્યું કે આ એક્સીડંટ લગભગ સવારે 5 વાગે થયો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે. અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ.