આ વ્યક્તિએ દુનિયાનું સૌથી ખરાબ શૌચાલય શોધવા માટે ખર્ચી નાખ્યા 1.3 કરોડ રૂપિયા, 91 દેશોની કરી યાત્રા, પરિણામ મળ્યું એવું કે…

કેટલાક લોકો પોતાના કામને લઈને ખુબ જ ક્રેઝી હોય છે. ઘણા લોકો કેટલીકવાર પોતાના સંશોધનમાં એટલા મશગુલ થઇ જાય છે કે તેમને દુનિયાની પણ કોઈ ચિંતા રહેતી નથી. ઘણા લોકો પોતાની વિચિત્ર શોધ માટે દુનિયાભરમાં ભ્રમણ કરતા હોય છે. હાલ એવા જ એક વ્યક્તિની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, જે દુનિયામાં સૌથી ખરાબ શૌચાલય શોધવા માટે નીકળ્યો છે.

બ્રિટિશ ટ્રાવેલ બ્લોગર ગ્રેહામ અસ્કીએ વિશ્વના સૌથી ખરાબ પબ્લિક ટોયલેટને શોધવા માટે 90થી વધુ દેશોમાં 1.2 લાખ કિલોમીટરની મુસાફરી કરી. આ માટે તેણે 150,000 પાઉન્ડ એટલે કે લગભગ 1.3 કરોડ રૂપિયા ખર્ચ્યા. ગ્રેહામના કહેવા પ્રમાણે, તેને તાજિકિસ્તાનમાં વિશ્વનું સૌથી ખરાબ જાહેર શૌચાલય મળ્યું.

તેમણે કહ્યું કે તે એટલું ખરાબ છે કે તેનો ઉપયોગ કરનારા લોકોએ તડકામાં સૂકવેલા મળમાંથી પસાર થવું પડે છે. ગ્રેહામે કહ્યું કે તેની સૌથી વિચિત્ર બાબત એ છે કે તેની ફેબ્રિકની દિવાલોનો ઉપયોગ ટોયલેટ પેપર તરીકે થાય છે. તાજિકિસ્તાનમાં સૌથી ખરાબ જાહેર શૌચાલય શોધતા પહેલા તેણે છ ખંડોમાં સેંકડો જાહેર શૌચાલયોની મુલાકાત લીધી.

ગ્રેહામે તેમના નવા પુસ્તક, ટોયલેટ ઓફ ધ વાઇલ્ડ ફ્રન્ટિયરમાં 36 જાહેર શૌચાલયોને આવરી લીધા છે. આ યાદીમાં બાંગ્લાદેશ અને ચીનમાં એક-એક જાહેર શૌચાલયનો પણ સમાવેશ થાય છે. જાહેર શૌચાલય શોધવાની તેમની ઉત્સુકતા મોરોક્કોમાં તેમના પ્રથમ વિદેશી વેકેશન પર જન્મી હતી. તેણે વિશ્વભરમાં જોયેલા સૌથી ખરાબ શૌચાલયોની બહાર પણ પેઇન્ટિંગ કર્યું.

Niraj Patel