ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લાગ્યો વધુ એક મોટો આંચકો, આ પ્રખ્યાત ફિલ્મ મેકરનું થયું નિધન, ઇન્ડસ્ટ્રીમાં છવાયો શોકનો માહોલ

છેલ્લા ઘણા સમયથી ફિલ્મી દુનિયામાંથી એક પછી એક દુઃખદ ખબર આવી રહી છે, ત્યારે હાલ પણ એક પ્રખ્યાત ફિલ્મ મેકરના નિધનથી ચાહકો સમેત ઇન્ડસ્ટ્રીના લોકો પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. દિગ્ગજ ફિલ્મ નિર્દેશક તાતિનેની રામા રાવનું નિધન થયું છે. ટી રામા રાવે મંગળવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.

વર્ષની ઉંમરે તેમણે દુનિયા છોડી દીધી. તમને જણાવી દઈએ કે, ટી રામારાવ લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. આવી સ્થિતિમાં, તેમને ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ટી રામારાવના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. ટી રામારાવે પોતાની કારકિર્દીમાં ઘણું કામ કર્યું. તેમણે હિન્દી અને તેલુગુમાં ફિલ્મો બનાવી.

1966 અને 2000ની વચ્ચે તેમણે ઘણી હિન્દી અને તેલુગુ ફિલ્મોનું નિર્દેશન કર્યું. તેમણે 1950 ના દાયકાના અંતમાં તેમના પિતરાઈ ભાઈઓ તાતિનેની પ્રકાશ રાવ અને કોટય્યા પ્રત્યાગાત્માના સહાયક નિર્દેશક તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મ નિર્માતાઓ ટી રામારાવ અને જયા પ્રદાની 1977માં આવેલી ફિલ્મ યમગોલા તે સમયે બ્લોકબસ્ટર હિટ સાબિત થઈ હતી. આ સિવાય તેણે તેલુગુમાં ‘જીવન તરંગલ’, ‘અનુરાગ દેવતા’ અને ‘પચની કપુરમ’ નામની ફિલ્મો પણ બનાવી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી.

હિન્દીમાં તેમણે લોક પરલોક, જુદાઈ, માંગ ભરો સજના, એક હી ભૂલ, મેં ઇંતકામ લૂંગાજીવનધારા,એ તો કમાલ હો ગયા અનુરાગ દેવતા, અંધા કાનૂન, મુજે ઇન્સાફ ચાહીએ, ઈકલાબ, જોન જાની જનાર્દન, હકીકત જેવી ઘણી ફિલ્મો બનાવી છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મમેકરે પોતાની ઘણી તેલુગુ ફિલ્મોને હિન્દીમાં રીમેક કરી છે. ખાસ વાત એ છે કે તેલુગુની હિન્દી રિમેક ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.  તમને જણાવી દઈએ કે ટી રામા રાવે  ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારો સાથે કામ કર્યું છે.જેમાં અમિતાભ બચ્ચન, શ્રીદેવી, એનટીઆર અને એએનઆરનું નામ પણ સામેલ છે.

 

 

Niraj Patel