પરમાર્થ નિકેતન ગંગા તટ પર આયોજિત ગંગા આરતીમાં ધારાવાહિક “રામાયણ”માં સીતાનું કિરદાર નિભાવનાર મશહૂર અભિનેત્રી દીપિકા ચિખલિયા, અંકિત રાજ, ધારાવાહિક “શકલકા બૂમબૂમ”, “જય ગંગા મૈયા” “ગાયત્રી મહિમા”ની અદાકારા એકતા જૈન સામેલ થયા હતા.
દીપિકા ચિખલિયા અને અંકિત રાજ ઋષિકેશમાં પોતાની ફિલ્મ “હિંદુત્વ”ની શુટિંગ કરી રહ્યા છે અને સમય નીકાળી તેઓ ગંગા આરતી કરવા માટે પરમાર્થ નિકેતન આશ્રમ પહોંચ્યા હતા.
આ દરમિયાન ઋષિકેશ, પરમાર્થ નિકેતનના અધ્યક્ષ ચિદાનન્દ સરસ્વતીજીએ પરમાર્થ નિકેતન પધારેલ ફિલ્મ “હિંદુત્વ”ની ટીમને શુભકામનાઓ આપતા કહ્યુ કે, ફિલ્મ “હિંદુત્વ”ના માધ્યમથી લોકો દેવભૂમિ ઉત્તરાખંડના નૈસર્ગિક સૌન્દર્ય અને સુરમ્ય પ્રાકૃતિક વાતાવરણને જાણી શકશે.
સ્વામીજીએ કહ્યુ કે, ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને સંસ્કારો એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવા માટે સાહિત્ય અને સિનેમાનું ઘણુ મોટુ યોગદાન છે. આ માટે ફિલ્મો અને ધારાવાહિકોના માધ્યમથી દેખાડવામાં આવે છે જે રાષ્ટ્રભક્તિ અને એકતાની ભાવનાને વધારનાર હોય કારણ કે ફિલ્મો એ માધ્યમ છે જેનાથી માનવતાની ઘણી મોટી સેવા થઇ શકે છે. તેમણે જણાવ્યુ કે, ફિલ્મો વાસ્તવમાં સમાજનું દર્પણ હોય છે.
દીપિકા ચિખલિયાએ કહ્યુ કે, ઘણીવાર અમને લાગે છે કે, અમે ખૂબ જ વ્યસ્ત જીવન જીવીએ છીએ અને અમને લાગે છે કે, અમારી પાસે પોતાના માટે પર્યાપ્ત સમય નથી પરંતુ પરમાર્થ નિકેતન જેવા આધ્યાત્મિક અને પવિત્ર સ્થળ પર આવીને અહીંની દિનચર્યાએ મને પોતાનાથી જોડાવા અને જાણવાનો રસ્તો બતાવ્યો.
ટીમે પહેલા અહીં આવીને હવન કર્યુ હતુ બાદમાં ભજન સાંભળ્યા અને ત્યાર પછી આરતી કરી હતી. તમને જણાવી દઇએ કે, દીપિકાએ આયુષ્યમાન ખુરાનાની ફિલ્મ “બાલા”થી કમબેક કર્યુ હતું.