ગ્રીષ્માની હત્યા તેના ઘરે નહિ પરંતુ કોલેજમાં જ થવાની હતી, પરંતુ ત્યાંથી આ રીતે બચી ગઈ, હત્યારા ફેનિલે ઘડ્યો હતો એવો પ્લાન કે જાણીને લોહી ઉકળી ઉઠશે

ગત 12 ફેબ્રુઆરીના રોજ સુરતમાં ગ્રીષ્મા વેકરીયા નામની એક 21 વર્ષની યુવતીની તેની જ સોસાયટીની બહાર ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો અને હત્યા કરનારા હત્યારા ફેનિલને ફાંસી થાય એવી પણ લોકો દ્વારા માંગણી કરવામાં આવી. ફેનિલ હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને તેના 3 દિવસના રિમાન્ડ મંજુર થયા છે.

આ મામલામાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવી રહ્યા છે, ત્યારે હવે આ મામલામાં એક નવો ઘટસ્ફોટ થયેલો જોવા મળ્યો છે. જેમાં ફેનિલે ગ્રીષ્માની હત્યા તેના ઘરે નહિ પરંતુ કોલેજમાં જ કરવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ સદનસીબે ગ્રીષ્મા કોલેજમાં ફેનીલનાં હાથમાં આવી નહિ અને ત્યાં તેનો જીવ બચી ગયો પરંતુ માથે કાળ લઈને ફરતો ફેનિલ ગ્રીષ્માના ઘરે પહોંચી ગયો અને ત્યાં તેની હત્યા કરી નાખી.

દિવ્ય ભાસ્કરના અહેવાલ પ્રમાણે ફેનિલે હત્યાના દિવસે પ્લાનિંગ પૂર્વક હત્યા કરવાનું નક્કી કર્યું હતું. સૌ પ્રથમ ફેનિલ અમરોલી ખાતે આવેલી ગ્રીષ્માની કોલજ પહોંચી ગયો હતો. ત્યારે ગ્રીષ્માની બહેનપણીને ગ્રીષ્માને મળવાની વાત જણાવી હતી. ત્યારે તેની બહેનપણીએ તે ક્લાસમાં છે એટલે મળી શકશે નહી, તેમ જણાવી દીધું હતું.

જેના બાદ ગ્રીષ્માએ તેના માસીને જ કોલેજ કેમ્પસમાં બોલાવ્યા અને તેમની સાથે તે ઘરે ચાલી ગઈ હતી, અને આ રીતે કોલેજમાં ગ્રીષ્માનો જીવ બચી ગયો હતો. જો ગ્રીષ્માના માસી તેને અમરોલી કોલેજમાં લેવા માટે ના આવ્યા હોત તો કદાચ કોલેજમાં જ ફેનિલ ગ્રીષ્માની હત્યા કરી નાખવાનો હતો.

પરંતુ ફેનીલનાં માથે કાળ સવાર હતો અને સાંજે તે ગ્રીષ્માના ઘરે પહોંચી ગયો, અને ગ્રીષ્માની સોસાયટી બહાર જ છડેચોક તેની ગળું કાપીને હત્યા કરી નાખી. ગ્રીષ્માની હત્યા કર્યા બાદ તેને ઝેરી દવા ગટગટાવી અને પોતાના હાથ ઉપર છરીના ઘા મારી દીધા હોવાનું પણ સામે આવ્યું હતું. જેના બાદ તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળતા જ તેને પોલીસ કસ્ટડીમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાંથી ગઈકાલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને ત્રણ દિવસના રિમાન્ડ પણ મંજુર થયા.

Niraj Patel