ખબર

કપિરાજની આ પ્રકારની સેવા કરતા માણસને ક્યાંય પણ નહીં જોયો હોય, જાણો 500 વાંદરાનું પેટ ભરતા અમદાવાદના અનોખા મંકીમેનને

પુરાણમાં દર્શાવવામાં આવ્યું છે કે, વાંદરાઓ આપણા પૂર્વજોની ઓળખ છે. માણસ અને વાંદરા વચ્ચે પણ બહુ જૂનો સંબંધ છે. આ સંબંધ આજે પણ જોવા મળે છે. આપણે સામાન્ય રીતે ગાય કૂતરાને અને પક્ષીઓને ખોરાક આપતા હોય છે.
પરંતુ તમે કયારે પણ સાંભળ્યું છે કે, વાંદરાઓને રોટલી ખવડાવતા હોય. એક માણસ છે તે વાંદરાઓને 1 કે 2 નહીં પરંતુ 1700 રોટલીઓ ખવડાવે છે.

Image Source

અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા અને બિસ્કિટ ટ્રેડિંગ સાથે સંકળાયેલા સ્વપ્નિલ ભાઈ સોનો નો વાંદરા સાથે કંઈક અતૂટ સંબંધ છે, સ્વપ્નિલ ભાઈ છેલ્લા ઘણા વર્ષોથી વાંદરાઓની પેટ ઠારવાનું કામ કરી રહ્યા છે, સ્વપ્નિલ સોની દર સોમવારે પરિવારજનો સાથે ઓડ ગામ મેલડી માતાના મંદિર અને ગાય સર્કલથી અંદર રિંગ રોડ પર જીવદયાનું કામ કરવા પહોંચી જાય છે.

Image Source

સ્વપ્નિલ ભાઈ વાંદરાઓને રોટલી ખવડાવી પાણી પણ પીવડાવે છે. સ્વપ્નિલ ભાઈ રવિવારે જમાલપુરમાં રહેતા યુનિસભાઈને 1700 રોટલીઓનો ઓર્ડર આપી દે છે. સોમવારે સવારે 6:30 વાગ્યે રોટલી લઇને તેના પરિવારજનો અને મિત્રો સાથે લગભગ 7:30 વાગ્યાની આસપાસ ઓળ ગામ પહોંચી જાય છે.

Image Source

છેલ્લા 3 વર્ષથી યુનિસ ભાઈ આ રોટલી લઈને સ્વપ્નિલભાઈની રાહ જોતા હોય છે.યુનિસ ભાઈનું કહેવું હતું કે, સ્વપ્નિલ ભાઈ જે રીતે વાંદરાઓની સેવા કરે કે તે જોઈને મને પણ તેને રાહતભાવમાં રોટલી આપવા પ્રેરાયા છે.

Image Source

સ્વપ્નિલ ભાઈએ કહ્યું તેને વાંદરાઓને રોટલી ખવડાવવા અંગે પ્રેરણા ઓડ ગામથી નજીકમાં જ આવેલા નિરોલી ગામના સ્વ. રતિભાઈ પટેલ નામના જીવદયા પ્રેમી પાસેથી મળી હતી. સ્વ. રતિભાઈ પટેલના જીવનકાળ દરમિયાન 40થી 50 વર્ષ સુધી આ જ રીતે વાંદરાઓને બાજરીના રોટલા જોઈ ગયા બાદ અને તેમની મુલાકાત પછી મેં પણ નક્કી કરી લીધું કે હું પણ હનુમાન ભક્ત હોવાના લીધે વાંદરાઓને રોટલી ખવડાવીને જીવદયાનું કામ કરીશ અને મારી ફરજ અદા કરીશ.

Image Source

જાયે સ્વપ્નિલ સોની રોટલી લઇને વાંદરાઓના વિસ્તારમાં એન્ટ્રી કરે છે ત્યારે વાંદરાઓ દોડતા આવી તેને ઘેરી વળે છે. વાંદરાઓના નાના બચ્ચા પણ હાથમાંથી રોટલી લઈને ખાતા હોય છે. સ્વપ્નિલ દર મેહને તેના ફેમિલી બજેટમાંથી વાંદરાઓને રોટલી ખવડાવવા માટે અમુક ચોક્કસ રકમ અલગ ફાળવી દે છે.

Image Source

સ્વપ્નિલ સોની વાંદરાઓ માટે થતા આર્થિક ખર્ચ અંગે જણાવે છે કે, ‘6 કે 7 મહિના પહેલા મને રૂપિયાની થોડી તકલીફ પડી હતી. તે સમયે વાંદરાઓને રોટલી ખવડાવવા માટે કોઈ ખાસ રકમ બચી શકી નહોતી, તેમ છતાં મારા નિયમિત ક્રમ મુજબ સોમવારના દિવસે વાંદરાઓને રોટલી ખવડાવવા માટે મારી દીકરીની 1 લાખ રૂપિયાની પોલિસી તોડાવી નાખી થોડી રકમ લઈને વાંદરાઓ માટે રોટલી ખવડાવવાપહોંચી ગયો હતો.’

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.