ભારત સામે પાકિસ્તાનની હાર માટે બોલ્યા પાકિસ્તાની મંત્રી, ટીમને નહિ પરંતુ દેશની સરકારને ગણાવી જવાબદાર, જાણો સમગ્ર મામલો

ગઈકાલે એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે જબરદસ્ત હાર આપી. આ જીત બાદ એક તરફ જ્યાં ભારતમાં ખુશીઓનો માહોલ છે, ત્યાં બીજી તરફ પાકિસ્તાનના લોકોમાં હારને લઈને ગુસ્સો પણ વ્યાપી ગયો છે, તો આ દરમિયાન પાકિસ્તાનના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે. અહીં નેતાઓએ બયાનબાજી શરૂ કરી દીધી છે. પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને વર્તમાન પાકિસ્તાન સરકારને આ હાર માટે જવાબદાર ગણાવી છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ રવિવારે ભારતીય ટીમ સામે રમી હતી. આ મેચમાં પાકિસ્તાની ટીમને 5 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ માટે ટીમની ભારે ટીકા પણ થઈ રહી છે. પરંતુ આ બધા સિવાય પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું છે કે આમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કોઈ દોષ નથી. આ હાર માટે પાકિસ્તાન સરકાર જવાબદાર છે. તે મનહૂસ છે. આ જ કારણ છે કે પાકિસ્તાન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ફવાદે બાદમાં ટ્વીટ દ્વારા આ વાત કહી.

પીટીઆઈના નેતા ફવાદે પોસ્ટમાં ઉર્દૂમાં લખ્યું, ‘તે ટીમની ભૂલ નથી, આયાતી સરકાર મનહૂસ છે.’ ફવાદે હેશટેગ સાથે ટ્વીટમાં #indiavspakistan પણ લખ્યું છે. તમને જણાવી દઈએ કે અગાઉની ઈમરાન ખાન સરકારમાં ફવાદ ચૌધરી માહિતી અને પ્રસારણ મંત્રી હતા. હાલમાં શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન છે.

ફવાદ સિવાય પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પણ રોમાંચક મેચની પ્રશંસા કરી હતી. તેણે પાકિસ્તાની બોલરોની પણ પ્રશંસા કરી હતી. અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પર પાકિસ્તાની બેટિંગની ટીકા કરતા એક વીડિયો શેર કર્યો છે. ખાસ કરીને કહ્યું કે બાબર આઝમે ઓપનિંગમાં ન આવવું જોઈએ. અખ્તરે એક ટ્વિટ કર્યું, જેમાં તેણે લખ્યું, ‘પાકિસ્તાની બોલરોએ શાનદાર ફાઈટબેક કર્યું. અંતે ભારતીય ટીમે જોરદાર વાપસી કરી હતી. તે એક શાનદાર મેચ હતી.

Niraj Patel