છોકરાને બોલિવૂડ સ્ટાર બનાવવા માટે પિતાઓએ સામનો કર્યો અનેક સમસ્યાઓનો, પરંતુ માની નહિ હાર, જાણો તેમના વિશે

આ અભિનેતાઓના પિતાએ તેમના છોકરોને સ્ટાર બનાવવા માટે કર્યો હતો અનેક સમસ્યાઓનો સામનો, જાણો…

ફાધર્સ ડેનો દિવસ બોલિવૂડ અભિનેતાઓ માટે પણ ખાસ હોય છે. બાળપણમાં પિતાની આંગળી પકડીને બોલિવૂડના ઘણા સિતારાઓએ ચાલવાનું શીખ્યું છે. ઘણા સેલિબ્રિટીના પિતા પણ બોલિવૂડમાં સફળ અભિનેતા રહી ચુક્યા છે.

પ્રેરણા લઇ ઘણા સિતારાએ બોલિવૂડમાં તેમની કારકિર્દી શરુ કરી. જોકે ઘણી ફિલ્મો પડદા પર હિટ ગઈ તો અમુક ફ્લોપ. એમાં અમિતાભ બચ્ચન-અભિષેક બચ્ચન, ઋષિ કપૂર-રણબીર કપૂર, સુનીલ દત્ત-સંજય દત્ત વગેરે નામનો સમાવેશ થાય છે.

પણ શું તમે જાણો છો કે તેમાં કેટલાક પિતા એવા પણ છે જે ખુદ બોલિવૂડ સ્ટાર નથી પરંતુ તેમના છોકરાને સ્ટાર બનાવવા માટે ઘણા બધા સંઘર્ષ કરવા પડ્યા હતા. અમે આજે એવા જ સ્ટાર વિશે જણાવીશુ જેમના પિતાએ છોકરાને સ્ટાર બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

1. કાર્તિક આર્યન : પહેલી ફિલ્મમાં વન ટેકમાં લાંબો ડાયલોગ બોલીને લોકોના દિલ પર રાજ કરવા વાળા કાર્તિક આર્યને થોડાક જ સમયમાં બોલિવૂડમાં તેનું નામ બનાવી દીધું. એક પછી એક હિટ ફિલ્મો કર્યા પછી મોટા બજેટ વાળી ફિલ્મો મળવા સુધી તેણે હંમેશા દર્શકોનું દિલ જીત્યું છે. અને કાર્તિકને અહીંયા સુધી પહોંચાડવા માટે તેના પિતાએ મહત્વ ભૂમિકા નિભાવી છે. તેઓ આજે તેના છોકરાને જોઈને ખુબ જ ગર્વ મહેસુસ કરે છે.

2. આયુષ્માન ખુરાના : આયુષ્માન ખુરાના જેણે બોલિવૂડમાં તેનું નામ બનાવ્યું છે તેને દૂર દૂર સુધી બોલિવૂડ જોડે કોઈ મતલબ હતો નહિ. દર્શકોના દિલ જીતવા માટે આયુષ્માને લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. તેની એક પોસ્ટમાં કહ્યું હતું કે, ‘કેવી રીતે મારા પિતાએ આ સફરમાં મને હિંમત આપી હતી. તેમણે લખ્યુ હતુ કે, એક ઓછા આત્મવિશ્વાસ વાળા બાળકથી તમે મને એક વ્યક્તિના રૂપમાં બદલી લીધો. તેમનો ઉત્સાહ મને જીવન પ્રત્યે ઉત્સાહિત કરે છે. આ બધા માટે આભાર પપ્પા.

3. પંકજ ત્રિપાઠી : બોલિવૂડના દિગ્ગ્જ અભિનેતા પંકજ ત્રિપાઠી એવા અભિનેતામાંથી એક છે જેમના લાઈફમાં ઘણો લાંબો સમય અહીંયા સુધી પહોંચવા માટે જતો રહ્યો. આજે તે એક શ્રેષ્ઠ અભિનેતાના લિસ્ટમાં સામેલ છે પરંતુ શું તમે જાણો છો કે એમની પાછળ પણ તેમના પિતાનો સાથ હતો. જેના લીધે તે અહીંયા સુધી પહોંચી શક્યા. પંકજ ત્રિપાઠીના પિતા હંમેશા ઇચ્છતા હતા કે તે ડોક્ટર બને પરંતુ હવે તે ખુશ છે કેમકે તેમનો છોકરો સફળ અભિનેતા બની ગયો છે.

4. મનોજ બાજપેયી : મનોજ બાજપેયી બોલિવૂડનું એ નામ છે જેની એક્ટિંગ પર બધા લોકો આખો બંધ કરીને પણ ભરોસો કરી શકે છે. તે હિન્દી સિનેમાના સર્વશ્રેષ્ઠ અભિનેતામાંથી એક છે.  હમણાં જ ‘ઘ ફેમીલી મેન 2’માં તેમના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. તેમની આ સફળતાનો પૂરો શ્રેય તેમના પિતાને જ જાય છે. જેમને દરેક સમયે છોકરાનો સાથ આપ્યો હતો.

Patel Meet