માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો ! સુરતમાં ધોરણ-12ના વિદ્યાર્થીએ તાપીમાં લગાવી મોતની છલાંગ

દીકરાને આવું કહેતા દરેક માં-બાપ સાવધાન થઇ જજો…!!! 12 ના વિદ્યાર્થીએ તાપીમાં ઝંપલાવી મોત વહાલું કર્યું

ગુજરાતમાંથી આજકાલ વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ઘણા સામે આવી રહ્યા છે. ઘણીવાર ખરાબ સંગતને કારણે છોકરાઓ બગડી જાય તે માટે માતા-પિતા તેમનુ સારુ વિચારી તેમને ઠપકો આપતા હોય છે કે જેને લીધે તેઓ કોઇ આડા રસ્તે ન જાય અને ખરાબ કામ ન કરે, ત્યારે હવે તો માતા-પિતાને પોતાના બાળકોને ઠપકો આપતા પહેલા સો વાર વિચારવું પડે તેમ લાગે છે કારણ કે આજકાલના બાળકો તો નાની અમથી વાતને કારણે લાગી આવતા આપઘાત જેવું પગલુ ભરતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી…

જેમાં ધોરણ 12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે અને આ આપઘાતનું કારણ છે ખરાબ સંગત…પિતાએ પોતાના બાળકને ખરાબ સંગતને કારણે ઠપકો આપ્યો હતો અને આ વાત દીકરાને એટલી લાગી આવી કે તેણે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દીધી. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના કાપોદ્રામાં રહેતા ધોરણ 12નો વિદ્યાર્થી જેનિશ 21 તારીખના રોજ કોઇને કંઇ પણ કહ્યા વગર નીકળી ગયો હતો. તેને રવિવારના રોજ પોલિસ સ્ટેશનમાં વાહન ચોરીના કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

જેને લઇને તેના પિતાએ તેને ઠપકો આપ્યો હતો. ત્યારે તે 21 તારીખના રોજ ઘરેથી કોઇના કહ્યા વગર નીકળી ગયો અને ત્યારબાદ તેની લાશ સોમવારના રોજ મળી હતી. કાપોદ્રા ભગવતીકૃપા સોસાયટીમાં રહેતા અને અમરેલીના મોટાલીલીયાના સેઢાવદરના વતની હસમુખભાઇ હિરાના કારખાનામાં કામ કરે છે અને તેમનો દીકરા 17 વર્ષિય જેનીશે હાલમાં જ થોડા સમય પહેલા ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેનીશ 21 તારીખના રોજ કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો અને તેણે નાનાવરાછા કલાકુંજ પાસે નવા બ્રિજ પર તાપીમાં મોતની છલાંગ લગાવી હતી.

ત્યારે કોઇકની નજર પડતા તેણે ફાયરબ્રિગેડ અને પોલિસને જાણ કરી, જે બાદ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. ત્યારે જેનીશ ઘરે પરત ન ફરતા ઘરવાળાએ પણ શોધખોળ કરી હતી અને પછી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. આ દરમિયાન જ સોમવારના રોજ તાપીમાંથી બ્રિજ પાસે જેનીશની લાશ મળી આવી હતી. પોલિસે શંકા વ્યક્ત કરી છે કે મૃતકના પિતાએ ઠપકો આપવાને કારણે તેણે આવું પગલુ ભર્યુ હશે. આ ઉપરાંત એવી પણ શક્યતા વ્યકત કરવામાં આવી હતી કે ધોરણ 12ની પરીક્ષા આપી હોવાને કારણે પરિણામની ચિંતામાં પણ આવું કર્યુ હોઇ શકે છે.

Shah Jina