વાયરલ

પપ્પાની સ્વિગીમાં લાગી નોકરી, યુનિફોર્મની ટી-શર્ટ જોઈને ખુશીથી ઝૂમી ઉઠી તેમની લાડલી દીકરી, ભાવુક કરી રહ્યો છે લોકોને વીડિયો, તમે પણ જુઓ

આજના સમયમાં પૈસા એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે, ઘરની અંદરના બધા જ સભ્યો કમાતા હોય તો પણ ઘરના ખર્ચ ઓછા જ પડતા હોય છે. ઘણા પરિવારમાં કમાણી એટલી હોય છે જેના કારણે ફક્ત જરૂરિયાત પુરી થતી હોય છે પરંતુ મોજ શોખ નહિ, ત્યારે ઇન્ટરનેટ ઉપર ફૂડ ડિલિવરી બોયના પણ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, જે ભાવુક કરી દેનારા હોય છે. હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જે લોકોના દિલ જીતી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક દીકરી અને તેના પિતાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પિતા પોતાની દીકરીને સરપ્રાઈઝ આપે છે જે દીકરીને એટલુ ગમી જાય છે કે તે ખુશીથી ઝૂમી ઉઠે છે. વીડિયો જોઈને ખબર પડે છે કે તેના પિતાને ફૂડ ડિલિવરી કંપની સ્વિગીમાં નોકરી મળી ગઈ છે. જેના બાદ દીકરીની ખુશીનું કોઈ ઠેકાણું નથી રહેતું.

આ વીડિયોને પૂજા અવંતિકા નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે પિતાના સરપ્રાઈઝને જોઈને દીકરી ખુશીથી કૂદી પડે છે. વીડિયોના કેપ્શનમાં યુઝરે લખ્યું- અપ્પાની નવી નોકરી, હવે હું મારું મનપસંદ ભોજન ખાઈ શકું છું. આ વીડિયોને આઠ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 51 હજારથી વધુ લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ આવી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by pooja avantika (@pooja.avantika.1987)

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે દીકરી સ્કૂલથી ઘરે પહોંચી છે. તેની આંખો બંધ છે. થોડા સમય પછી જ્યારે તે આંખો ખોલે છે, ત્યારે તેના પિતા સ્વિગી ટી-શર્ટ સાથે જોવા મળે છે. ટી-શર્ટની સાઈઝ ઘણી મોટી છે, તે દર્શાવે છે કે તેના પિતાને નવી નોકરી મળી છે. જેના પર દીકરી ખુશીથી કૂદી પડે છે અને પિતાને ગળે લગાવે છે.