નેતાઓ અને સેલેબ્રિટીઓ તેમજ મોટા મોટા ઉદ્યોગપતિઓ બુલેટપ્રુફ કારની અંદર ફરતા આપણે જોયા છે. કારણ કે તેમને હંમેશા જીવનો ખતરો રહે છે, પરંતુ શું તમે બુલેટપ્રુફ ટ્રેકટર જોયું છે ? અરે જોવું તો દૂર રહ્યું આપણે સાંભળ્યું પણ નહિ હોય, કારણ કે ટ્રેકટર શબ્દ સાંભળતા જ આપણી સામે એક ખુલ્લા માથાવાળું વાહન દેખાઈ આવે.

પરંતુ આજે અમે તમને જે કિસ્સો સંભળાવવાના છીએ તે જાણીને તમને પણ હેરાની ચોક્કસ થશે, કારણ કે સોનીપતના એક ખેડૂતે બુલેટપ્રુફ ટ્રેકટર બનાવ્યું છે. જેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ખુબ જ થઇ રહી છે.

મનમાં એ પણ પ્રશ્ન થાય કે હવે ખેડૂતને ખેતરમાં કામ કરવા માટે વળી બુલેટપ્રુફ ટ્રેક્ટરની શું જરૂર હોય ? પરંતુ હરિયાણાના સોનીપતના આ ખેડૂતે પાંચ લાખ રૂપિયા ખર્ચીને પોતાના માટે બુલેટપ્રુફ ટ્રેકટર બનાવડાવ્યું છે, જેની પાછળનું કારણ પણ હેરાન કરનારું છે.

તો આ ટ્રેકટર બનાવવા પાછળનું કારણ એવું છે કે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ખેડૂતો વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. બંને રાજ્યોના ખેડૂતો પાણી ઉપર અધિકારોને લઈને આમને સામને છે. જેના કારણે હરિયાણાના આ ખેડૂતે બુલેટપ્રુફ ટ્રેકટર તૈયાર કરાવ્યું છે કારણ કે જો સંઘર્ષની સ્થિતિ બને છે તો તે આ લડાઈમાં ભાગ લઇ શકે અને સુરક્ષિત પણ રહે.

આ ટ્રેકટર ના માત્ર બુલેટપ્રુફ છે,પરંતુ તેની અંદર એસી અને સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે. આ ટ્રેકટર ઉપર ના લાઠી ડંડાની અસર થાય છે કે ના ગોળીઓની. ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ખેડૂતો વચ્ચે જમીનને લઈને ઝગડા થતા રહે છે. ઘણીવાર ગોળીઓ પણ ચાલે છે. આ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે પરંતુ બંને માંથી કોઈ રાજ્યની સરકાર તેને ઉકેલી નથી શકી.

હરિયાણાના ગામ ખુરમપુરના ખેડૂતોએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશના ખેડૂતોનો તેમની સાથે જમીન વિવાદનેલઈને છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. તેમને કહ્યું કે યુપીના ખેડૂતો હજારોની સંખ્યામાં ભેગા થઈને હુમલો કરી દે છે અને આ વાતના કારણે જ હવે તેમને બુલેટપ્રુફ ટ્રેકટર બનાવ્યું છે.