ગુજરાતનું ગૌરવ: 23 વર્ષની ઉંમરમાં જ આ ખેડૂતની દીકરીએ પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાં રાજ્યમાં આવી પ્રથમ

સોશિયલ મીડિયા અને સમાચારમાં ઘણી સફળતાની વાર્તાઓ આપણે સાંભળતા હોઈએ છીએ, ત્યારે હાલ એવી જ એક પ્રેરણાદાયક વાર્તા સમયે આવી છે પાટડી તાલુકાના માલણપુર ગામમાંથી. જ્યાં એક ખેડૂતની દીકરીએ સમગ્ર રાજ્યમાં પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પ્રથમ આવીને નામ રોશન કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખેડૂત પુત્રી દેવ્યાનીબા બારડ 23 વર્ષની ઉંમરે ગુજરાત જાહેર સેવા આયોગની પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા મહિલા શ્રેણીમાં રાજ્યમાં પ્રથમ નંબરે પાસ કરી ઇતિહાસ રચ્યો છે.

આ અગાઉ પણ દેવ્યાનીબા ધોરણ 10ની પરીક્ષામાં સમગ્ર તાલુકામાં પ્રથમ રહ્યા હતા, જયારે ધોરણ 12માં 88% સાથે પાસ કરીને અમદવાદથી બી.કોમમાં એડમિશન લઈને સ્નાતક પણ થયા હતા. બી.કોમ ના આભ્યાસ દરમિયાન જ દેવ્યાનીબા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં પણ લાગી ગઈ હતી.

આ દરમિયાન જે તેને ગ્રેજ્યુએટ થયા બાદ જુનિયર કારકુનની પરીક્ષા પણ પાસ કરી હતી અને ત્યારબાદ તે અમદાવાદ જિલ્લા પંચાયતની અંદર જુનિયર કારકુન તરીકે પણ ફરજ બજાવી રહી હતી. તે ઉપરાંત તેને તલાટીની પણ પરીક્ષા આપી હતી. પરંતુ પોતાના લક્ષને આગળ ધપાવતા દેવ્યાનીએ જીપીએસસી પાસ કરવાનું નક્કી કર્યું હતું. અને હાલ તે તેમાં સફળ થઇ છે.

Niraj Patel