મનોરંજન

એરપોર્ટ પર ચાહકો વચ્ચે ઘેરાઇ ગઇ નોરા ફતેહી, એક બાદ એક તસવીરો ક્લિક કરવા માટે એકઠી થઇ ગઇ લોકોની ભીડ- જુઓ વીડિયો

નોરા ફતેહીને જોઇને પગલાઇ ગયા ચાહકો, પહેલા અભિનેત્રીને ઘેરી લીધી અને પછી કરી દીધી એવી હરકત કે…

અભિનેત્રી નોરા ફતેહીની સુંદરતા જોઈને લગભગ બધાના મન સરકી જાય છે. નોરા જ્યાં પણ જાય છે ત્યાં તે પોતાનુ હુસ્ન ફેલાવે છે. તાજેતરમાં જ અભિનેત્રી એક જગ્યાએ જઈ રહી હતી અને આ દરમિયાન તેને ચાહકોની ભીડે ઘેરી લીધી. આ ક્ષણ કોઈપણ અભિનેત્રી માટે ડરામણી હોઈ શકે છે, પરંતુ નોરાએ આ દરમિયાન તેની ધીરજ ગુમાવી નહિ અને તસવીરો ક્લિક કરાવ્યા પછી તે જતી રહી હતી. ભીડને સંભાળવાની નોરાની રીત લોકોને પસંદ આવી રહી છે. નોરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં અભિનેત્રી ચાહકોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે નોરા એરપોર્ટ જઈ રહી છે ત્યારે એક ફેન તેની સાથે તસવીર લેવા માટે આવે છે. પરંતુ ધીરે ધીરે અભિનેત્રી સાથે ફોટા પડાવવા માટે લોકોની ભીડ એકઠી થઇ જાય છે અને અભિનેત્રી અસહજ દેખાઈ રહી છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અભિનેત્રી આ ભીડમાંથી બહાર નીકળવા માટે કેવી રીતે સંઘર્ષ કરી રહી છે. નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળ્યો હતો. નોરાએ બેકલે હોટ ડ્રેસ પહેર્યો હતો અને લાઇટ મેકઅપ સાથે તેના વાળ પણ ખુલ્લા રાખ્યા હતા. નોરા આ વીડિયોમાં એકથી વધુ પોઝ આપતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, નોરા ફતેહીને આજે કોઈ ઓળખની જરૂર નથી.

 

View this post on Instagram

 

A post shared by Mamaraazzi (@mamaraazzi)

પોતાની પ્રતિભા અને મહેનતના કારણે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે. તે માત્ર એક જબરદસ્ત ડાન્સર નથી પરંતુ તેણે પોતાની જાતને એક અભિનેત્રી તરીકે પણ સાબિત કરી છે. આજે તેની ફેન ફોલોઈંગ દુનિયાભરમાં ખૂબ જ છે. એક્ટ્રેસ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.