કરણ જોહર તેના શો ‘કોફી વિથ કરણ’ની સાતમી સીઝન સાથે પાછો ફર્યો છે. આ શોના પહેલા એપિસોડમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ આવ્યા હતા અને તે પછી બીજા એપિસોડમાં બોલિવુડની બે સ્ટારકિડ્સ સારા અલી ખાન અને જાહ્નવી કપૂર આવી હતી.આ શોમાં સારા અને જાહ્નવીએ કરણ જોહરની સામે કેટલાક સનસનાટીભર્યા ખુલાસા કર્યા. જેમાં બંને અભિનેત્રીઓએ તેમના ડેટિંગ વિશે પણ ખુલીને વાત કરી છે. શોમાં જાણવા મળ્યું હતું કે સારા અને જાહ્નવી 2 ભાઈઓને ડેટ કરી ચૂકી છે.
શો દરમિયાન કરણ જોહરે કહ્યું, ‘જો હું કોરોના પહેલાના સમયગાળાની વાત કરું તો મને ખબર નથી કે તમારા બંનેની મિત્રતા આજકાલ કેવી છે પરંતુ મને યાદ છે કે એક સમયે તમે બંને 2 ભાઈઓને ડેટ કરતા હતા. મારો મતલબ આ જૂની વાત છે. પણ તમે બંને એ ભાઈઓને ડેટ કર્યા. એવું કહેવાય છે કે એક સમયે સારા અલી ખાન અને જાહ્નવીએ પહરિયા બ્રધર્સ વીર અને શિખર પહરિયાને ડેટ કર્યા હતા. જેઓ એક શ્રીમંત અને રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના નાના ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુશીલ કુમાર શિંદે છે અને તેમના પિતા સંજય પહરિયા મુંબઈના મોટા ઉદ્યોગપતિ છે.
સારા અને જાહ્નવી કરણ જોહરને જોઈને ચોંકી ગયા હતા, જે નેશનલ ટીવી પર તેમના રિલેશનની વિગતો જાહેર કરી રહ્યો હતો. જ્યારે સારાએ જાહ્નવીને પૂછ્યું કે શું તે જાણતી હતી કે કરણ આવું કંઈક કરવા જઈ રહ્યો છે ? જવાબમાં જાહ્નવીએ કહ્યું, “મને ખબર નહોતી.” કરણે આગળ કહ્યું, “મારો મતલબ એ ભૂતકાળ હતો. તમે બંનેએ બે ભાઈઓને ડેટ કર્યા છે અને અમારા ત્રણેય વચ્ચે સમાનતા એ છે કે તેઓ બંને મારા બિલ્ડિંગમાં રહે છે. કરણ જોહરના આ ખુલાસા પછી લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આ બે સગા ભાઈઓ કોણ છે.
ઘણા માને છે કે તેઓ બંને ભાઈ વીર પહરીયા અને શિખર પહરીયા છે. બંને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલકુમાર શિંદેના નાતી છે. સારા વીર પહરિયાની ગર્લફ્રેન્ડ રહી ચુકી છે અને જાહ્નવી શિખર પહરિયાની.. એક વાતચીતમાં સારાએ વીર સાથેના તેના સંબંધો વિશે કહ્યું, “તે એકમાત્ર વ્યક્તિ છે જેને મેં ડેટ કરી છે. મારા જીવનમાં મારો બીજો કોઈ બોયફ્રેન્ડ નથી રહ્યો.” સારાએ એમ પણ કહ્યું હતું કે વીરે તેનું દિલ તોડ્યું નથી. સારા ફિલ્મોમાં ડેબ્યુ કરતા પહેલા વીરની ગર્લફ્રેન્ડ હોવાનું કહેવાય છે. જાહ્નવીની વાત કરીએ તો તેણે ક્યારેય શિખર સાથેના તેના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી.
View this post on Instagram
પરંતુ એવું કહેવાય છે કે બોલિવૂડમાં પગ મૂકતા પહેલા જાહ્નવી શિખરને ડેટ કરતી હતી. વીર અને શિખર બાદમાં અભ્યાસ માટે વિદેશ ગયા હતા.વર્કફ્રન્ટની વાત કરીએ તો, સારા અલી ખાન હાલમાં વિક્રાંત મેસી સાથે ફિલ્મ ‘ગેસલાઈટ’ અને વિક્કી કૌશલ સાથે અનટાઈટલ્ડ ફિલ્મમાં કામ કરી રહી છે. જાહ્નવી કપૂર ફિલ્મ ‘ગુડ લક જેરી’માં જોવા મળી રહી છે. આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ થઇ છે. આ સિવાય તે રાજકુમાર રાવ સાથે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ અને વરુણ ધવન સાથે નિતેશ તિવારીની ફિલ્મ ‘બાવલા’માં કામ કરી રહી છે.