43 વર્ષની બિપાશા બાસુ આ દિવસોમાં પોતાની પ્રેગ્નન્સીને લઈને સતત ચર્ચામાં છે. ક્યારેક અભિનેત્રી બેબી બંપ સાથેની તસવીરો તો ક્યારેક વીડિયો શેર કરતી રહે છે. ઘણીવાર તે તેના પતિ કરણ સિંહ ગ્રોવર સાથે મસ્તી કરતી પણ જોવા મળે છે. ત્યારે હાલમાં પણ બિપાશા બાસુ તેના બેબી બંપને લઇને ચર્ચામાં છે. બિપાશાએ તેનો એવો વીડિયો શેર કર્યો છે કે જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ વીડિયોમાં બિપાશા તેના બેબી બમ્પને પંપાળી રહી છે અને આરામ કરી રહી છે.
વીડિયો પરથી લાગી રહ્યો છે કે, કરણ સિંહ ગ્રોવરે જ આ વીડિયો બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે આ વીડિયો બીજા કોઈએ નહીં પરંતુ બિપાશા બાસુએ શેર કર્યો છે. આ પહેલા પણ બિપાશાએ તેનો એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો હતો. આ વીડિયોમાં બિપાશા બાસુનો ચહેરો દેખાતો નથી, પરંતુ માત્ર તેનો પતિ અને અભિનેતા કરણ સિંહ ગ્રોવર જ દેખાઈ રહ્યો છે. કરણ સિંહ ગ્રોવર પત્નીના પેટની અંદર રહેલા બાળક સાથે વાત કરતો અને ગીત ગાતો જોવા મળ્યો હતો. આ વીડિયો બિપાશા બાસુએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો,
જેના કેપ્શનમાં તેણે લખ્યું હતું- ‘ડેડ મૂડ… બાળક માટે ગીત ગાતા અને તેની સાથે વાત કરતા.’ બિપાશાએ આ વીડિયો શેર કરતાની સાથે જ ચાહકોએ પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. આ વીડિયોને જોયા બાદ મોટાભાગના ફેન્સે હાર્ટ આઈકોન શેર કર્યુ હતુ. જણાવી દઇએ કે, બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે 30 એપ્રિલ 2016ના રોજ બંગાળી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. અભિનેત્રીએ લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જેની ખૂબ જ ચર્ચા થઈ હતી.
બિપાશા પહેલા કરણ સિંહ ગ્રોવરે બે લગ્ન કર્યા હતા. બિપાશા કરણની ત્રીજી પત્ની છે. હાલમાં બિપાશા પોતાની પ્રેગ્નેંસીને લઈને ઘણી ચર્ચામાં છે. આ સાથે તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી વખતે સતત વીડિયો અને તસવીરો શેર કરી રહી છે.હવે ટૂંક સમયમાં જ બિપાશા અને કરણના જીવનમાં એક નાનો મહેમાન આવવાનો છે. ફેન્સ પણ આ ખાસ ક્ષણને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
View this post on Instagram